Not Set/ ભરૂચ/ મુલદ ગામે ખેતરોમાં ફરી વળ્યાં પાણી, ખેડૂતોએ પાણીમાં ઉભા રહી પ્લેકાર્ડ લઈ કર્યો વિરોધ…

ભરૂચનાં મુલદ ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યાં  અને ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ ગયો. ખેડૂતોએ પાણીમાં ઉભા રહી પ્લેકાર્ડ લઈ કર્યો વિરોધ નોંધાવી તંત્રને ઝંઝોડવાની કોશિશ કરી. નદીમાં પૂરના પાણી ઓસર્યા પણ ખેડૂતોના ખેતરોમાં કમરસમા પાણીથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.  સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતાં ખેડૂતોની ખેતી ઉપર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ ખેતરમાં કમરસમા પાણીમાં ઉભા રહીને વિરોધ […]

Gujarat Others

ભરૂચનાં મુલદ ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યાં  અને ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ ગયો. ખેડૂતોએ પાણીમાં ઉભા રહી પ્લેકાર્ડ લઈ કર્યો વિરોધ નોંધાવી તંત્રને ઝંઝોડવાની કોશિશ કરી. નદીમાં પૂરના પાણી ઓસર્યા પણ ખેડૂતોના ખેતરોમાં કમરસમા પાણીથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. 

સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતાં ખેડૂતોની ખેતી ઉપર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ ખેતરમાં કમરસમા પાણીમાં ઉભા રહીને વિરોધ નોંધાવ્યો છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીના કારણે કાંઠા વિસ્તારમાં ખેતીનો દાટ વળી ગયો છે. ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકને નુકશાન થતાં મુલદ ગામના ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે ખેતરોમાં પહોંચી જઇ સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો છે.

ગત તા. 29મી ઓગષ્ટના રોજથી નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પુર આવ્યો હતો. નર્મદા નદીમાં આવેલાં પુરે હજારો એકર જમીનમાં વાવેતર કરાયેલાં પાકનો દાટ વાળી દીધો છે. ગોવાલી, ઝઘડીયા, માંડવા, મુલદ સહિતના અનેક ગામોમાં કેળ, શાકભાજી અને બગાયાતી પાકો નષ્ટ થઇ ગયાં છે. ભરતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નિગમની બેદરકારીના કારણે ખેતીને ભારે નુકશાન થયું છે. શાકભાજીના પાકો નષ્ટ થઇ જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયાં છે. નર્મદા નદીમાં આવેલું પુર એ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે જ આવ્યું છે.

નર્મદા નદીમાં આવેલાં પુરમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી હોવાનો આક્ષેપ રાજયસભાના સાંસદ અહમદ પટેલ પણ કરી ચુકયાં છે. નરેન્દ્ર પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, કલેકટરે 26મી ઓગષ્ટના રોજ જણાવ્યું હતું કે, ડેમમાંથી એક લાખ કયુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના સત્તાધીશો પાસે ધીમે ધીમે પાણી છોડવાનો વિકલ્પ હોવા છતાં તેમણે ડેમમાં પાણી ભરવાનું ચાલુ રાખ્યું હતું અને તા. 29મીના રોજથી રોજનું લાખો કયુસેક પાણી નદીમાં છોડી દીધું હતું જેના કારણે ભરૂચ જિલ્લામાં ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews