Not Set/ ભારતના સૌથી વૃદ્ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું થયું નિધન

ભારતના સૌથી પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે અવસાન થયું છે. તે 100 વર્ષના હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ વસંત રાયજીએ તેમના જીવનની સદી પૂરી કરી હતી. ત્યારબાદ સચિન તેંડુલકર અને સ્ટીવ વો પણ તેમને મળવા ગયા હતા. વસંત રાયજીના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રીઓ છે. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ જણાવ્યું કે, “રાજીવ […]

Uncategorized

ભારતના સૌથી પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે અવસાન થયું છે. તે 100 વર્ષના હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ વસંત રાયજીએ તેમના જીવનની સદી પૂરી કરી હતી. ત્યારબાદ સચિન તેંડુલકર અને સ્ટીવ વો પણ તેમને મળવા ગયા હતા.

Vasant Raiji, India's oldest first-class cricketer, dies at 100 ...

વસંત રાયજીના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રીઓ છે. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ જણાવ્યું કે, “રાજીવ વૃદ્ધાવસ્થાને કારણે દક્ષિણ મુંબઈના વાલ્કેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાન પર સૂતા હતા ત્યારે તેમનું (રાયજી) 2.20 વાગ્યે અવસાન થયું હતું.”

Vasant Raiji, India's oldest first-class cricket dies at 100 - The ...

વસંત રાયજી 1940 ના દાયકામાં નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા, જેમાં 277 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 68 રન હતો. દક્ષિણ મુંબઈના બોમ્બે જીમખાનામાં ભારતે પહેલી ટેસ્ટ મેચ રમી ત્યારે ઇતિહાસકાર રાયજી 13 વર્ષના હતા.

વસંત રાયજી ભારતીય ક્રિકેટની આખી યાત્રાના સાક્ષી રહ્યા છે. તે બોમ્બે (હાલ મુંબઇ) અને બરોડા માટે રમતા હતા. રાયજીએ લાલા અમરનાથ, વિજય વેપારી, સી.કે. નાયડુ અને વિજય હજારે સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….