Not Set/ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, BCCI એ કહ્યુ આ તો…

રાહુલ દ્રવિડ સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ બાદ હવે ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનનાં આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ બીસીસીઆઈ એથિક્સ ઓફિસર ડીકે જૈને પત્ર મોકલ્યો છે, જેમાં વિરાટ કોહલીએ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ કરી છે. આ ઇમેલમાં એવું કહેવામાં આવ્યું છે કે, […]

Uncategorized

રાહુલ દ્રવિડ સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ બાદ હવે ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનનાં આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ બીસીસીઆઈ એથિક્સ ઓફિસર ડીકે જૈને પત્ર મોકલ્યો છે, જેમાં વિરાટ કોહલીએ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ કરી છે. આ ઇમેલમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિરાટ એક સાથે બે હોદ્દા પર છે અને અહીં હિતોનો સંઘર્ષ થઇ રહ્યો છે.

એક તરફ તે ભારતીય ટીમનો ખેલાડી અને કેપ્ટન છે અને સાથે સાથે તે એક સ્પોર્ટ્સ માર્કેટિંગ કંપનીમાં ડિરેક્ટરની પદ પર પણ છે જે ભારતીય ટીમનાં કેટલાક ખેલાડીઓનું સંચાલન પણ કરે છે. બીસીસીઆઈએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. બીસીસીઆઈનાં નિયમો અનુસાર ફરિયાદી સંજીવ ગુપ્તાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, આ બીસીસીઆઈનાં નિયમ 38 (4) નું ઘોર ઉલ્લંઘન છે જેને ભારતનાં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. ઇમેઇલમાં લખ્યું છે કે તે બીસીસીઆઈનાં નિયમોની વિરુદ્ધ છે અને તેથી તેઓને પોતાને એક પદ પરથી હટાવવું જોઈએ. કેપ્ટનશીપ પસંદ કરે અથવા ડિરેક્ટર બની રહે. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલી ફરિયાદો અંગે બોર્ડનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે તેનુ પેટર્ન એક છે અને સાથે કહ્યું કે દેશ માટે ઘણું બધુ કરનારાઓને બ્લેકમેલ કરવાનો પ્રયાસ છે.

અધિકારીએ વધુમાં કહ્યું કે, ફરી એકવાર તમે ફરિયાદોને જોશો, તો તમે જાણશો કે આ ફરિયાદો પ્રેરિત છે. કોઈ બીસીસીઆઈ અધિકારીઓને ઘેરી લેવાની કોશિશ કરી રહ્યું છે અને હવે કોઈ કારણસર ભારતીય ટીમનાં કેપ્ટનને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પેટર્ન છેલ્લા છ વર્ષોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ઇમેઇલ અને તેની ભાષા જુઓ, તે સ્પષ્ટ છે કે તે સફળ લોકોનાં કેરેક્ટરને હાની પહોંચાડવાનો પ્રયાસ છે. તેની પાછળ કોઇને કોઇ પ્રેરણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.