ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી તેના અભિનય માટે જાણીતી છે. તેણે પોતાની 16 વર્ષની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જણાવી દઇએ કે, ફિલ્મોની સાથે સાથે રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીએ તેના ઘણા ફોટા અને વિડીયો શેર કર્યા છે. હવે તાજેતરમાં જ તેણે તેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સ્લિમ ફિટ દેખાઈ રહી છે. તેના આ પરિવાર્તનને જોઇને ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.
રાની ચેટર્જીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તે શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં રાની ચેટર્જી પોતાનો ફીટ ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટામાં તેના ચહેરા પર રહેલા સ્મિતથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી ખુશ છે. રાનીનો ફોટો જોઇને તેના ચાહકો કહી રહ્યા છે કે તમે પોતાને ફીટ કરી દીધી છે. વળી, બીજી ટિપ્પણીમાં લખ્યું છે કે તમારી મહેનત રંગ લાવી, તમે મોટાથી હવે ખૂબ પતલા થઈ ગયા છો.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રાની ચેટર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સોશિયલ મીડિયા છોડવાનો સંકેત આપ્યો હતો. રાનીનાં ચાહકો આ પોસ્ટ પછી એકદમ બેચેન થઈ ગયા છે અને તેમને સોશિયલ મીડિયા નહીં છોડવાની અપીલ કરી છે. આપને જણાવી દઇએ કે રાણીએ અત્યાર સુધી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મો કરી છે. આ ઉદ્યોગની આ પહેલી અભિનેત્રી છે, જેણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વળી તેની ફેન ફોલોવિંગ આશ્ચર્યજનક છે. રાની મોટે ભાગે તેના વર્કઆઉટ વિડીયો અને ફોટાથી ચાહકોને મોટિવેટ કરતી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
