Not Set/ મહાભારતના ભીષ્મ પિતામહ કપિલ શર્મા શોથી જાણો કેમ થયા નારાજ

ધ કપિલ શર્મા શોમાં રવિવારે બીઆર ચોપરાની સુપ્રસિદ્ધ શ્રેણી ‘મહાભારત’ ના ઘણા જાણીતા કલાકારો મહેમાન તરીકે જોવા મળ્યા હતા, પરંતુ સિરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્ના તેમાં નહોતા. ચાહકો સતત તેમને સોશિયલ મીડિયા પર આ વિશે પ્રશ્નો પૂછતા હતા. જે બાદ મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ન આવવાનું કારણ કહ્યું હતું. […]

Uncategorized

ધ કપિલ શર્મા શોમાં રવિવારે બીઆર ચોપરાની સુપ્રસિદ્ધ શ્રેણી ‘મહાભારત’ ના ઘણા જાણીતા કલાકારો મહેમાન તરીકે જોવા મળ્યા હતા, પરંતુ સિરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્ના તેમાં નહોતા. ચાહકો સતત તેમને સોશિયલ મીડિયા પર આ વિશે પ્રશ્નો પૂછતા હતા. જે બાદ મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ન આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત, ઢંગધડા વગરનો, અશ્લીલ હરકતો તથા ડબલ મિનિંગથી ભરપૂર કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખ્યા હતા.

મુકેશ ખન્નાએ ગુરુવારે સવારે શો પર ન જવા બદલ સતત છ ટ્વીટ કર્યા. આ સાથે તેમણે ફેસબુક પરની એક પોસ્ટમાં પણ આ જ વાતો લખી હતી. પરંતુ બાદમાં તેમણે બધી પોસ્ટ્સ હટાવી દીધી.

મુકેશ ખન્નાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આ પ્રશ્ન વાયરલ થઈ ગયો છે કે ‘મહાભારત’ શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે, તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે ‘મહાભારત’ ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે ક। આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.’  

બીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે ‘રામાયણ’ બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.’

આગળ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, ‘એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે. તમે બધાએ આ જોયું હશે. ‘રામાયણ’ વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે તમે બીચ પર છો અને એક વ્યક્તિ બૂમ પાડીને કહે છે… અરે દેખો રામજી પણ VIP અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?’

મુકેશ ખન્ના આગળ કહે છે કે, મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ કે જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું આપ્યો હતો? હું હોત તો કપિલનું મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો. આમ મુકેશ ખન્નાએ કપિલ શર્માના શોને ઠંગધડા વગરનો અને અશ્લિલ ગણાવીને બરાબરની ઝાટકણી કાઢી હતી.

Tweets

મુકેશ ખન્નાએ કહ્યું કે, શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે.

છેલ્લા ટ્વીટમાં મુકેશ ખન્નાએ લખ્યું હતું કે, ‘મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ, જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું હતું? હું હોત તો કપિલનો મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.’

જોકે, મુકેશ ખન્નાએ આ તમમા ટ્વીટ પછી ડિલીટ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)ના એપિસોડમાં નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા અને તેમણે જુની યાદો તાજા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.