Not Set/ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 116 પોલીસકર્મીઓનાં કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

ભારતમાં કોરોના મહામારીથી લોકોનાં જીવન પર ખરાબ અસર થઇ રહી છે. આ રોગચાળોનો સૌથી વધુ ફેલાવો દેશાનાં મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ જીવલેણ વાયરસનાં ઝપટમાં આવ્યા બાદ અત્યાર સુધી 1,982 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રાજ્યમાં 59,546 લોકો હજી પણ જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્ર પોલીસમાં આ નવા […]

India

ભારતમાં કોરોના મહામારીથી લોકોનાં જીવન પર ખરાબ અસર થઇ રહી છે. આ રોગચાળોનો સૌથી વધુ ફેલાવો દેશાનાં મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ જીવલેણ વાયરસનાં ઝપટમાં આવ્યા બાદ અત્યાર સુધી 1,982 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રાજ્યમાં 59,546 લોકો હજી પણ જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્ર પોલીસમાં આ નવા કેસો સાથે કોરોનાની ઝપટમાં આવનારા કર્મચારીઓની કુલ સંખ્યા વધીને 2,211 થઈ ગઈ છે. વળી આ ખતરનાક વાયરસને કારણે 25 કર્મચારીઓનાં મોત પણ નીપજ્યાં છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાનાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં આ જીવલેણ વાયરસનાં કારણે અત્યાર સુધી 1,982 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રાજ્યમાં હજી પણ 59,546 લોકો આ રોગચાળા સામે લડી રહ્યા છે. રાજ્યનાં લોકો માટે રાહતની વાત એ છે કે આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 18,616 લોકો સંપૂર્ણ રીતે ઠીક થઇ ચુક્યા છે.

દેશમાં મહારાષ્ટ્ર સિવાય આ રોગચાળાની વધુ અસર તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં જોવા મળી છે. તમિળનાડુમાં, આ વાયરસથી ચેપગ્રસ્ત સક્રિય દર્દીઓની સંખ્યા 19,372 છે, આ ઉપરાંત રાજ્યમાં તેની ઝપટમાં આવવાનાં કારણે 1,145 લોકોનાં મોત નીપજ્યાં છે. આ બે રાજ્યો સિવાય, રાજધાની દિલ્હીમાં ચેપગ્રસ્ત સક્રિય દર્દીઓની સંખ્યા 16,281 છે, જ્યારે ગુજરાતમાં 15,561 છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 316 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ગુજરાતમાં આ રોગચાળાને પગલે 9,60 લોકો મોતને ભેટી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.