અમદાવાદઃ મહિલા શિક્ષણમાં આમૂલ પરિવાર્તન લાવનાર મહિલા સાવિત્રીબાઇને ગૂગલે આજે ડૂડલના માધ્યમથી સાવિત્રીબાઇ ફુલેની તસવીર બનાવી તેમને તેમના 186મા જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ડૂડલમાં સાવિત્રીબાઇની ખૂબ સચોટ તસવીર રજૂ કરાઇ છે, જેમાં સાવિત્રીબાઇને પોતાના પાલવમાં મહિલાઓને આવરી લેતાં બતાવવામાં આવ્યા છે.

