મુંબઈ : મરાઠા સમાજ સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા આરક્ષણને લઈને સરકારને હચમચાવી નાખવા બુધવારે મુંબઈમાં વિશાળ મરાઠા મોર્ચા ક્રાંતિ શરૂ કરી છે. જો કે મોર્ચા ક્રાંતિમાં કોઈ નારેબાજી કે ભાષણબાજી કરવામા આવી નથી,, સાથેજ આ મોર્ચામાં કોઈ રાજકીય દળનું બેનર પણ નહીં લગાડવામાં આવેલ નથી. આ મોરચો મૂક-શાંત રહેશે, તે છતાં એની વ્યાપકતાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર કોઈ પ્રકારની કચાશ રાખવા માગતા નથી. મરાઠા સમાજના લોકો મુંબઈની સડકો પર ઉતરી આવતાં અનેક ઠેકાણે ટ્રાફિક જામના સમાચાર મળી રહ્યા છે

મહત્વનું છે કે મરાઠા મોર્ચામાં સામેલ થવા માટે લોકો મંગળવારથી જ વિવિધ રાજ્યોમાંથી મુંબઈ પહોંચી ગયા હતા છે. જો કે મુંબઈ તરફ આવતા રસ્તાઓ પર મોટી સંખ્યામાં ભગવા ઝંડા લગાયેલા વાહનો આવતા જોવા મળી રહ્યા છે. જેને પગલે શહેરમાં ટ્રાફિકજામના દ્વશ્યો સર્જયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં રહેતા મરાઠા સમાજના લોકો પણ મોર્ચામાં સામેલ થવા માટે મુંબઈ પહોંચી ગયા છે.
આ મોરચામાં દોઢથી બે લાખ લોકો સામેલ થાય એવી ધારણા છે. મોરચામાં જોડાવા માટે મહારાષ્ટ્રભરમાંથી હજારો લોકો મુંબઈ આવી પહોંચ્યા છે અને ધસારો હજી ચાલુ છે.
રેલીની શરૂઆત સવારે 11 વાગ્યે ભાયખલાથી થશે અને 6 કિલોમીટર દૂર આવેલા આઝાદ મેદાન-બોમ્બે જીમખાના ખાતે રેલીનું સમાપન થશે.
મોરચાને કારણે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે આ માર્ગો બંધ રહેશેઃ
– ડો. આંબેડકર રોડ પરના દાદર ફાયર બ્રિગેડ જંક્શનથી જે.જે. ફ્લાયઓવર શરૂ થાય ત્યાં સુધી દક્ષિણ તરફના તમામ વાહનો માટે ટ્રાફિક બંધ
– એ માર્ગ પર માત્ર અગ્નિશામક દળ, પોલીસ, એમ્બ્યૂલન્સ તથા અત્યાવશ્યક વાહનોને જ જવા દેવામાં આવશે
– જે.જે. ફ્લાયઓવરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ જંક્શન સુધી દક્ષિણ તથા ઉત્તર, બંને તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ
– આઝાદ મેદાનની બાજુમાં આવેલા ઓ.સી.એસ. જંક્શનથી સીએસએમટી જતા હજારીમલ સોમાણી માર્ગ પર બંને તરફ ટ્રાફિક બંધ
– મેટ્રો જંક્શનથી મહાનગરપાલિકા માર્ગ પર બંને તરફનો ટ્રાફિક બંધ
– ભાટિયા બાગથી છત્રપતિ શિવાજી મહારાજ જંક્શન તરફ જતા જમણી તરફનો માર્ગ બંધ
