Not Set/ મોસ્કોમાં અકસ્માત ૧૯ લોકોના મોત

પૂર્વ મોસ્કોમાં એક બસ અને ટ્રેન વચ્ચે અકસ્માત થતાં ૧૯ લોકોનાં મોત થયાં છે.બસ ખરાબ થઇ જતાં રેલવે ક્રોસિંગની વચ્ચે થંભી ગઇ હતી.એ વખતે આવતી ટ્રેન તેની સાથે અથડાતાં અકસ્માત થયો હતો. ક્ષેત્રિય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૬ ઓક્ટોબરે આ અકસ્માત રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર પૂર્વમાં વ્લાદિમીર શહેર નજીક થયો હતો.ક્ષેત્રિય સ્વાસ્થ્ય […]

Top Stories World

પૂર્વ મોસ્કોમાં એક બસ અને ટ્રેન વચ્ચે અકસ્માત થતાં ૧૯ લોકોનાં મોત થયાં છે.બસ ખરાબ થઇ જતાં રેલવે ક્રોસિંગની વચ્ચે થંભી ગઇ હતી.એ વખતે આવતી ટ્રેન તેની સાથે અથડાતાં અકસ્માત થયો હતો. ક્ષેત્રિય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૬ ઓક્ટોબરે આ અકસ્માત રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર પૂર્વમાં વ્લાદિમીર શહેર નજીક થયો હતો.ક્ષેત્રિય સ્વાસ્થ્ય સેવાના પ્રમુખ એલેકઝાન્ડર કિર્યખિને જણાવ્યું હતું કે, રશિયન તપાસ સમિતિ અકસ્માતમાં માર્યા ગયેલાં લોકોના આંકડાને સમર્થન કરી રહ્યા છે. પ્રાંતના આંતરિક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ટ્રેન સેન્ટ પીટસબર્ગથી પશ્ચિમ શહેરથી પૂર્વ મોસ્કોના નિજની નોવોગ્રાદ જઇ રહી હતી.