Not Set/ રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર છવાયું ‘Penguin’નું ટીઝર, જુઓ વિડીયો

ફિલ્મ ‘પેંગુઈન’ નું ટીઝર રિલીઝ થયું છે અને સોશિયલ મીડિયા પર છવાયું ચુક્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર 19 જૂને તેના વિશેષ વર્લ્ડ પ્રીમિયર માટે સુનિશ્ચિત થયેલ આ મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘પેંગુઈન’ એક માતા દ્વારા પોતાના બાળકને બચાવવા માટે પ્રયાસ કરી રહેલી શારીરિક અને ભાવનાત્મક યાત્રા પર આધારિત છે. 33 લાખથી વધુ વાર જોવામાં આવ્યો વિડીયો  […]

Uncategorized

ફિલ્મ ‘પેંગુઈન’ નું ટીઝર રિલીઝ થયું છે અને સોશિયલ મીડિયા પર છવાયું ચુક્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર 19 જૂને તેના વિશેષ વર્લ્ડ પ્રીમિયર માટે સુનિશ્ચિત થયેલ આ મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘પેંગુઈન’ એક માતા દ્વારા પોતાના બાળકને બચાવવા માટે પ્રયાસ કરી રહેલી શારીરિક અને ભાવનાત્મક યાત્રા પર આધારિત છે.

33 લાખથી વધુ વાર જોવામાં આવ્યો વિડીયો 

કાર્તિક સુબ્બરાજ, સ્ટોન બેંચ ફિલ્મ્સ અને પેશન સ્ટુડિયો પ્રોડક્શનની આ ફિલ્મના પોસ્ટરથી દર્શકોમાં ઉત્સુકતા જગાઈ ગઈ છે. 24 કલાક પહેલા રિલીઝ થયેલા આ ટીઝરનો વીડિયો યુ ટ્યૂબ પર 33 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેના સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું છે, ‘એક માતાનું ખરાબ સ્વપ્ન સાકાર થયું. આ ટ્રેલર 11 જૂને રિલીઝ થશે. હેશટેગ પેંગુઈનઓનપ્રાઇમ 19 જૂને તમિળ, તેલુગુમાં મલયાલમમાં ડબ સાથે રિલીઝ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.