1984 નાં શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કોંગ્રેસનાં પૂર્વ નેતા સજ્જન કુમારને બુધવારે સુપ્રીમ કોર્ટથી રાહત મળી નથી. હવે સુપ્રીમ કોર્ટ જુલાઈમાં તેમની જામીન અરજી પર વિચાર કરશે. આ પહેલા 14 ફેબ્રુઆરીએ વચગાળાની જામીન અરજી રદ કરવામાં આવી હતી. 1984 નાં શીખ વિરોધી રમખાણો કેસમાં સજ્જન કુમાર જેલમાં છે. તેમને 17 ડિસેમ્બર 2018 નાં રોજ દિલ્હી હાઈકોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. સજ્જન કુમાર દિલ્હીથી લોકસભાનાં સાંસદ રહી ચૂક્યા છે.
ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે શીખ વિરોધી રમખાણોનાં કેસમાં નીચલી અદાલતનાં આદેશને રદ્દ કર્યો હતો અને કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે સજ્જન કુમાર પર પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેમની ઉપર હત્યા, કાવતરું, હુલ્લડો ભડકાવવા અને ભડકાઉ નિવેદનો આપવાનો આરોપ હતો. આ તમામ આરોપોને લઈને હાઈકોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી.
1984 anti-Sikh riots case: No relief for convict Sajjan Kumar as Supreme Court says his bail application will be considered in July. (file pic) pic.twitter.com/4E7zmF3dh9
— ANI (@ANI) May 13, 2020
આ કેસ 1984, માં દિલ્હીની પાલમ કોલોનીનાં રાજનગર ભાગ-1 માં પાંચ શીખોની હત્યા અને રાજનગર ભાગ-2 માં ગુરુદ્વારા સળગાવવાનો હતો. સુનાવણી કોર્ટે 30 એપ્રિલ 2013 નાં રોજ સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે સજ્જન સહિત 6 લોકોને દોષી ઠેરવી સજા સંભળાવી હતી. સજ્જન ઉપરાંત કોર્ટે કોંગ્રેસનાં પૂર્વ કાઉન્સિલર બલવાન ખોખર, નિવૃત્ત નૌકા અધિકારી કેપ્ટન ભાગમલ અને ગિરધારી લાલને આજીવન કેદની સજા ફટકારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
