કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે તેમ હવે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. મંગળવાર 9 જૂન, 2020 ના રોજ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ બંનેનાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બન્નેનો રેટ 54 પૈસા પ્રતિ લિટર વધી ગયો છે
આપને જણાવી દઇએ કે, પેટ્રોલનો ભાવ લિટર દીઠ 54 પૈસા વધીને 73.00 રૂપિયા પ્રતિ લિટર થયો છે. વળી ડીઝલનો દર લિટર દીઠ 54 પૈસા વધીને 71.17 રૂપિયા પ્રતિ લિટર થયો છે. લોકડાઉન ખુલ્યા બાદ આજે સતત ત્રીજો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ત્રણ દિવસમાં લિટર દીઠ લગભગ રૂ. 2 વધી ગયો છે. સરકારી તેલ કંપનીઓ, ભાવની સમીક્ષા કર્યા પછી, દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યાથી પેટ્રોલનાં દર અને ડીઝલનાં દર જારી કરે છે.
દેશનાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલનો રેટ
દેશનાં ચાર મહાનગરોમાં સૌથી પહેલા જો દિલ્હીની વાત કરીએ તો અહી પેટ્રોલનો પ્રતિ લિટર રેટ 73.00 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો રેટ 71.17 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકતાની વાત કરીએ તો અહી પેટ્રોલનો પ્રતિ લિટર રેટ 74.98 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ 67.23 રૂપિયા પ્રતિ લિટર છે. મુમ્બઇમાં પેટ્રોલનો ભાવ 80.01 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ 69.92 રૂપિયા પ્રતિ લિટર છે. વળી ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 77.08 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ 69.74 રૂપિયા પ્રતિ લિટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
