Not Set/ સુશાંતના મોતના દુઃખને સહન ન કરી શક્ય ભાભી, અંતિમ ક્રિયા સમયે રડી-રડીને ગયો તેમનો જીવ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું દુઃખ એક્ટરની ભાભી સુધા દેવી સહન ન કરી શક્ય. આઘાત લગતા તેઓનું મૃત્યુ નીપજ્યું છે. સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યા હતા, ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું. દિયરના મોતના સમાચાર મળતાં સુધા દેવીએ ખાવાપીવાનું છોડી દીધું હતું. તે સુશીંત સિંહ રાજપૂતનું પૈતૃક ગામ પૂર્ણિયાના મલડીહામાં રહેતા હતા. સુશાંતે […]

Uncategorized

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું દુઃખ એક્ટરની ભાભી સુધા દેવી સહન ન કરી શક્ય. આઘાત લગતા તેઓનું મૃત્યુ નીપજ્યું છે. સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યા હતા, ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું. દિયરના મોતના સમાચાર મળતાં સુધા દેવીએ ખાવાપીવાનું છોડી દીધું હતું. તે સુશીંત સિંહ રાજપૂતનું પૈતૃક ગામ પૂર્ણિયાના મલડીહામાં રહેતા હતા.

The loss of someone like Sushant Singh Rajput | Entertainment News ...

સુશાંતે કરી આત્મહત્યા, બિહારમાં રડતાં જોવા મળ્યાં લોકો

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બિહારના પૂર્ણિયા અને પટનાના રાજીવ નગર વિસ્તારોમાં તેમના વતન ગામ મલડીહામાં પણ લોકો દુ:ખમાં રડતાં જોવા મળ્યા હતા. સુશાંતના બાળપણની યાદો આ બંને જગ્યાઓ સાથે જોડાયેલી છે. તેની ખગડિયામાં સ્થિત મોસાળમાં પણ શોકનું વાતાવરણ છે.  

Sushant Singh Rajput News: Father And Family Reaches Mumbai

સુશાંતના મૃત્યુના સમાચાર મળ્યા બાદ પટનામાં રહેતા તેના પિતા કે.કે.સિંહ ઊંડા આઘાતમાં જતા રહ્યા હતા, જ્યારે પૂર્ણિયાના પૈતૃક ગામમાં પિતરાઇ ભાભી સુધા દેવી પણ આઘાતમાં જતા રહ્યા હતા. સમાચાર સાંભળીને સુધા દેવીની તબિયત લથડી હતી. તે વારંવાર બેભાન થવા લાગ્યા હતા. સગાસંબંધીઓએ તેને આશ્વાસન આપ્યું અને ડોક્ટરને બતાવ્યું, પરંતુ તેની અસર થઈ નહીં. જ્યારે તેમને હોશ આવે ત્યારે તેઓ સુશાંત વિશે પૂછે કે શું તે ઠીક છે કે નહીં. પછી, જ્યારે તેણે ઘરે લોકોનું ટોળું જોયું, ત્યારે તે બેહોશ થઈ ગયા. મોડી સાંજ તેનું મોત નીપજ્યું હતું.

ભાઈએ કહ્યું- પહેલા થયું સુશાંતનું મોત, હવે પત્ની પણ જતી રહી 

સુધા દેવીના પતિ અને સુશાંતના પિતરાઇ ભાઈ અમરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સુધા દેવીની તબિયત સોમવાર સવારથી જ ખરાબ થવા લાગી હતી. તેમણે સાંજે પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. હાર્દિક અમરેન્દ્ર સિંહે રડતાં કહ્યું કે પહેલા ભાઈ ચાલ્યો ગયો, હવે પત્ની પણ જતી રહી. હવે તેઓ કોની સાથે રહેશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.