Not Set/ સુશાંતસિંહ રાજપૂતનાં મોતથી દુઃખી થયેલા લોકોએ કરણ જોહર અને આલિયા ભટ્ટને કર્યા ટ્રોલ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. આ ઘટના બાદથી સર્વત્ર નિરાશા છે. સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યું અને તેની યાદો સાથે ઘણા પ્રશ્નો પાછળ છોડી દીધા. ઘણા દિવસોથી લોકો એક તરફ સોશિયલ મીડિયા પર સુશાંતની યાદોને શેર કરી રહ્યાં છે, બીજી તરફ સુશાંતનાં કેટલાક ચાહકો બોલિવૂડનાં દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા કરણ […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. આ ઘટના બાદથી સર્વત્ર નિરાશા છે. સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યું અને તેની યાદો સાથે ઘણા પ્રશ્નો પાછળ છોડી દીધા. ઘણા દિવસોથી લોકો એક તરફ સોશિયલ મીડિયા પર સુશાંતની યાદોને શેર કરી રહ્યાં છે, બીજી તરફ સુશાંતનાં કેટલાક ચાહકો બોલિવૂડનાં દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહર અને અભિનેત્રી આલિયા ભટ્ટને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર કરણ જોહરનાં ટીવી શો ‘કોફી વિથ કરણ‘ ની એક વિડીયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. આ વિડીયો ક્લિપમાં કરણ આલિયાને પુછે છે કે સુશાંત સિંહ રાજપૂત, રણબીર કપૂર અને રણવીર સિંહમાં તે કોને મારવા માંગે છે, તે કોની સાથે લગ્ન કરવા માંગે છે અને કોની સાથે હૂકઅપ કરવા માંગે છે. તેના જવાબમાં આલિયા કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા, સુશાંત સિંહ રાજપૂતને મારવા અને રણવીર સિંહ સાથે હૂકઅપ કરવા માંગે છે. આ વિડીયો ક્લિપ શેર કરીને લોકો આલિયા અને કરણ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.