બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો છે.ત્યારે આવામાં શ્વેતાએ તેની જુની યાદોને વગોળી છે. શ્વેતા સિંહ કિર્તીએ સુશાંત સાથેની એક તસ્વીર અને વિડીયો શેર કર્યો છે, જેમાં બન્ને ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. આ તસ્વીર શ્વેતાએ પોતાના મોબાઇલથી લીધેલી છે. આ તસ્વીર ને શેર કરતાં દિવગંત એક્ટરને યાદ કર્યો છે.
શ્વેતા સિંહ કીર્તિએ શેર કરેલા વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂતની જીંદગીના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સુશાંત ક્યારેક ગિટાર વગાડતો જોવા મળી રહ્યો છે તો ક્યારેક પેઇન્ટિંગ કરતો. તે તેના ડોગ સાથે રમતા, ગીતો સાંભળતો, કવિતાઓ લખતો પણ જોવા મળી રહો છે. આ ઉપરાંત તે ગોવિંદાના ગીતો પર નાચતો પણ જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે શ્વેતાએ સુશાંતની યાદમાં ટૂંકી નોંધ પણ લખી હતી. તેણે લખ્યું કે માય ફોરએવર સ્ટાર. આ પીડા એટલી કિંમતી અને એટલી નજીક છે કે આપણે તેના માટે વિશ્વનો વેપાર કરી શકતા નથી! ઘા ખૂબ ઊંડા અને ગંભીર છે, જે તમે ક્યારેય શેર કરી શકતા નથી!
શ્વેતા સિંહ કિર્તી સોશિયલ મીડિયા પર અવારનવાર ભાઈ સુશાંત સિંહ રાજપૂતની યાદો શેર કરે છે. અગાઉ, તેમણે સુશાંતના મૃત્યુના એક મહિનો થવા પર ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તુ એક મહિના પહેલા અમને છોડીને ચાલ્યો ગયો હતો…. પણ અમે બધા તમારી હાજરી આજે પણ અનુભવી રહ્યાં છીએ. લવ યુ ભાઇ. આશા છે કે તુ હંમેશા ખુશ રહીશ. શ્વેતાના ફોલોઅર્સે પણ સુશાંતને યાદ કરીને તેનો સહયોગ કર્યો અને સંવેદનાઓ વ્યક્ત કરી.
નોંધપાત્ર વાત એ છે કે સુશાંતે 14 જૂને મુંબઇમાં તેના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકતો મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
