બોલિવૂડ એક્ટર અનુપમ શ્યામ કિડનીના ઇન્ફેકશનના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. શ્યામ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી જ સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ આર્થિક સંકડામણમાંથી પણ પસાર થઈ રહ્યો છે. તેના નજીકના મિત્ર અને ફિલ્મ નિર્માતા એસ રામચંદ્રને સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે અને સોનુ સૂદ અને આમિર ખાનને મદદ માટે વિનંતી કરી રહ્યા છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ગોરેગાંવની લાઇફલાઇ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ વોટ્સએપ ગ્રુપમાં મદદ માંગી રહ્યા છે. આમિર ખાન અને સોનુ સૂદની પણ મદદ માંગી.
આપને જણાવી દઇએ કે, કિડનીના ઇન્ફેકશનમાં ખતરનાક વધારાને કારણે 62 વર્ષિય અનુપમ શ્યામને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક છે.
He is at the Lifeline Hospital, Goregaon https://t.co/grPlyvIs08
— S Ramachandran (@indiarama) July 28, 2020
