Ahmedabad News/ ખ્યાતિકાંડ મામલામાં આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયરેક્ટર એવી રાજશ્રી કોઠારી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના ચકચારભર્યા ખ્યાતિકાંડ કેસમાં પોલીસે શનિવારે આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી હતી. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજશ્રીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ભાગીદારો નરોડામાં પણ એક 100 બેડની હોસ્પિટલ શરૂ કરવાના હતા. જો કે, ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં ચાલતી હતી તો આરોપીઓ પૈસા ક્યાંથી લાવવાના હતા તેને લઈ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયરેક્ટર એવી રાજશ્રી કોઠારી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. 10 દિવસના રિમાન્ડની માગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જ્યાં બંને પક્ષોના વકીલો વચ્ચે એક કલાકથી વધુ દલીલ ચાલી હતી. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સરકારી વકીલ દ્વારા સમગ્ર કેસની બ્રિફ આપતા જણાવવામાં આવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરરોજના 10 ઓપરેશનનો ટાર્ગેટ હતો. ડો. પ્રશાંત વઝીરાણી PMJAY ઉપર રજિસ્ટર્ડ નથી. સીડીના રિપોર્ટ કરતા વિપરિત રિપોર્ટ તૈયાર કરાતા હતા. આ વ્હિસલ બ્લોઅર કિસ્સો છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત નિપજ્યા છે તેની તપાસ ચાલી રહી છે. એન્જિયોપ્લાસ્ટીમાં કુલ 6ના મોત થયા છે. જેમાં 4ની જાણવાજોગ અરજી પર તપાસ ચાલુ છે.

પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ

હોસ્પિટલમા ચેરમેન કાર્તિક પટેલ હજી પકડાયા નથી. તે વિદેશમાં છે.

રાજશ્રી કોઠારીની લીંક કાર્તિક પટેલ સાથે છે.બોર્ડ મીટીંગમાં હાલના ડાયરેક્ટર પણ સામેલ થતા હતા

મિનિટ્સ બુક મળતી નથી. નફો ના દેખાડવા ખોટા રિપોર્ટ બનાવતા હતા.

છેલ્લે દોઢ કરોડની ખોટ બતાવી હતી
ડાયરેક્ટરો કહે એટલે ડોકટરોએ ઓપરેશન કરવું પડતું હતું
છેલ્લી AGMમાં 8 સભ્યો આવ્યા હતા, હાલના ચાર ડાયરેક્ટર, એક CA કમ CEO રાહુલ જૈન, તો બાકીના ત્રણ કોણ?
નરોડામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાના હતા તો પૈસા ક્યાંથી લાવવાના હતા?, કારણ કે, હોસ્પિટલ તો ખોટમાં બતાવી હતી.
રાજશ્રીનો હોસ્પિટલમાં હિસ્સો 3.61 ટકા. આ પહેલા તેમના પતિ ડાયરેક્ટર હતા.
રિમાન્ડ અરજીનો વિરોધ કરતા રાજશ્રી કોઠારીના વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, આ બનાવમાં અરજદારનો રોલ શું?, ખ્યાતિ હોસ્પિટલમાં 3.61 ટકાની ભાગીદારી છે પણ તેઓ ડોકટર નથી. ગુન્હાઈત કૃત્ય કે નજર ાસમે થયું હોય તેવું અત્યારે તપાસમાં સામે આવ્યું નથી. રિપોર્ટ બધા પોલીસ પાસે આવી ચૂક્યા છે. આ કેસમાં અગાઉ જે આરોપીઓ પકડાયા છે તેમાં ડાયરેક્ટર પણ છે. તેમના રિમાન્ડમાં તપાસ થઈ જ છે. 24 કલાકની કસ્ટડીમાં આરોપી મહિલાએ જે જાણતા હતા તમામ જણાવ્યું છે.

13/11/2024ના રોજ ગુન્હો નોંધાયેલાની જાણ થતા રાત્રીના આઠ વાગે તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી ઘરે મૂકી તેના પતિ પ્રદિપ કોઠારી સાથે તેઓની ફોર્ચ્યુનર ગાડી નં GJ-18 BH-6257 મા ઉદયપુર જતા રહેલ. ઉદેપુરમા પાચેક દિવસ રોકાયા બાદ ભીલવાડા ગયેલ. ભીલવાડામા દસેક દિવસ રોકાયા બાદ કોટા જતા રહેલ કોટામા પંદરેક દિવસ રોકાયા બાદ કોટાથી ભીલવાડા જવા નિકળેલ હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયા હતા.

આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન મળેલ વિગતો મુજબ, આરોપી રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂતે કોરોના વખતે એશીયન બેરીયાટ્રીકસ હોસ્પીટલ લીઝ પર રાખી કોરોનાની ટ્રીટમેન્ટ ચાલુ કરેલ હતી. કોરોના બાદ સને-2021માં આરોપી રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારીએ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે કાર્તિક પટેલને લાવી પોતે તથા ચિરાગ રાજપૂત તથા કાર્તિક પટેલે એશીયન બેરીયાટ્રીકસ હોસ્પિટલના ડાયરેકટર મહેન્દ્ર નરવરીયાના શેર ખરીદી ડો.સંજય પટોલીયા સાથે ભાગીદારીમાં એડ થઇ ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ચાલુ કરેલ. જેમાં આરોપી રાજશ્રીબેનના પતિ પ્રદિપ કોઠારીનો ૩.61 ટકા હિસ્સો રાખેલ હતો. તારીખ 22-9-2021ના રોજ આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે દાખલ થયેલ હતા.

ખ્ચાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્તિક પટેલ અને કાર્તિક HUF(હિન્દુ અવિભક્ત કુટુંબ)ના 50.98 ટકા હિસ્સો હતો. જ્યારે સંજય પટોળિયા 30.85 ટકા અને તેમના પત્ની હેતલ પટોળિયા 8.37 ટકા તથા ચિરાગ રાજપૂત 6.18 ટકા અને રાજશ્રી કોઠારી 3.6 ટકાના ભાગીદાર છે.

ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ
ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી
ફરાર આરોપી
કાર્તિક પટેલ

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ આઠ આરોપીને દબોચી લીધા છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે, જેનું છેલ્લુ લોકેશન દુબઈમાં મળ્યું હતું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…