Not Set/ ગુજરાતમાં 2020 સુધીમાં 1000 CNG ફિલીંગ સ્ટેશન્સ શરૂ કરાશે : રાજ્ય સરકાર

CM રૂપાણી દ્વારા 214 CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેનાં ફાળવણી પત્રો અર્પણ કરવાની ઘટના પારદર્શીતા સાથે પૂર્ણ કરાવવામાં આવી છે, અપને જણાવી દઇએ કે, ભારતમાં કુલ CNG સ્ટેશન્સની સંખ્યા 1835, દેશમાં સૌથી વધુ 558 CNG સ્ટેશન્સ એકલા ગુજરાતમાં છે. ગુજરાતમાં CNG વાહનચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને ગેસ પૂરાવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન […]

Uncategorized

CM રૂપાણી દ્વારા 214 CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેનાં ફાળવણી પત્રો અર્પણ કરવાની ઘટના પારદર્શીતા સાથે પૂર્ણ કરાવવામાં આવી છે, અપને જણાવી દઇએ કે, ભારતમાં કુલ CNG સ્ટેશન્સની સંખ્યા 1835, દેશમાં સૌથી વધુ 558 CNG સ્ટેશન્સ એકલા ગુજરાતમાં છે.

ગુજરાતમાં CNG વાહનચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને ગેસ પૂરાવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તે હેતુસર રાજ્યમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂન 2019માં લીધો હતો.

ગુજરાતમાં સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાતની સંકલ્પના સાથે જૂન-2019માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને 300 જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અને ત્યારબાદ માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ૨૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેનાં ફાળવણી પત્રો અર્પણ કરી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડનાં સંચાલનીય ક્ષેત્રોમાં વધુ 214 CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેનાં ફાળવણી પત્રો અર્પણ કરવાની ઘટના પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી છે.

મુખ્યમંત્રીશ્રીએ નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઉપભોક્તા – CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ કર્યો છે. આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧૫ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે. સાથોસાથ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને CNG સહભાગી યોજના અન્વયે CNG આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક પ્રાપ્ત થશે.

ગુજરાતે CNGનાં ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં 1800 જેટલા CNG સ્ટેશન્સ છે. જેમાંથી 31 ટકા એકલા ગુજરાતમાં છે. એટલે કે ભારતનાં કુલ 1800 CNG સ્ટેશન્સમાંથી એકલા ગુજરાતમાં જ ૫૫૮ CNG સ્ટેશન્સ સ્થપાયા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં દર વર્ષે 60 CNG સ્ટેશન્સ સ્થપાતા હતા પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણની જાળવણી સાથે પ્રદૂષણ રહિત વિકાસ કરવા 300થી વધુ CNG પંપો શરૂ કરવાની મહત્વકાંક્ષા સેવી હતી. જૂન-2019માં આ યોજનાની શરૂઆત કરીને 300 નવા સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઈન અરજીઓ મગાવી ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી 214 સ્ટેશન્સ શરૂ કરવા મંજૂરી આપી દેવામાં આવી છે.

હાલ રાજ્યનાં 33 જિલ્લાઓ પૈકી 25 જિલ્લામાં CNG-PNGનું વિતરણ કરવામાં આવે છે. રૂપાણી સરકારનો ઉદ્દેશ પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણરહિત વિકાસની પ્રતિબદ્ધતા પાર પાડવાનો છે. બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતનાં વપરાશને વેગ આપવા ઘરવપરાશની સૌર વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ, MSME એકમોને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા અભિનવ આયામોથી ગ્લોબલ વોર્મિગ સામેનાં પડકારોને પહોચી વળવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત સજ્જ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.