લક્ષ્મી નગર વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. મળતી માહિતી મુજબ, પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી હથિયારો મળી આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ સેલ) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી મોહમ્મદ અશરફ ઉર્ફે અલીએ બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યું હતું. તે ભારતીય નાગરિક તરીકે દેશમાં છુપી રીતે જીવતો હતો.
પોલીસે તેની પાસેથી એકે -47 રાઇફલ, અન્ય હથિયારો અને બારૂદ જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અશરફની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટક ધારા અને શસ્ત્ર અધિનિયમની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
પૂછતાછમાં ખબર પડી કે તેને આ રૂપિયા અને હથિયારો યમુના નદીના કાલિંદી કુંજ ઘાટ પર રેતીની નીચે છુપાવી રાખ્યા હતા. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાની આતંકવાદી છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં રહેતો હતો અને તેણે એક ભારતીય યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા. હાલમાં તે તેની પત્નીથી અલગ રહેતો હતો. તે પાક માટે દિલ્હીમાં સ્લીપર સેલના વડા તરીકે કાર્ય કરતો હતો. ભારતમાં આવતા આતંકવાદીઓને હથિયારો અને લોજિસ્ટિક સપોર્ટ પુરા પાડતો હતો.
Pakistani terrorist Mohd Asraf who was arrested from Delhi's Laxmi Nagar area remanded to14-day police custody, by Delhi court pic.twitter.com/24i2LGsCgu
— ANI (@ANI) October 12, 2021
તાપસમાં જાણકારી મળી કે, ‘દિલ્હીમાં તેનું નેટવર્ક ખુબ વિશાળ છે. ઘણા બધા લોક સાથે તેને છેલ્લા 15 વર્ષમાં કોન્ટેક બનાવી લીધા છે. તે લોકો હાલ એક મોટા એટેકનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસનું માનવું છે કે ટૂંક સમયમાં આ બાબતે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
