Not Set/ 24 કલાકમાં એકવાર ફરી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, લખનઉની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ

સમાજવાદી પાર્ટીનાં માર્ગદર્શક મુલાયમ સિંહ યાદવને ફરીથી લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટનાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શનિવારે મુલાયમસિંહ યાદવને ડૉક્ટરો દ્વારા રજા આપવામાં આવી હતી, પરંતુ રવિવારે સાંજે તેમની તબિયત ફરી બગડી હતી. આપને જણાવી દઇએ કે, બુધવારે સાંજે મુલાયમસિંહ યાદવને પેટમાં સોજો અને દુખાવો થવાને કારણે […]

India

સમાજવાદી પાર્ટીનાં માર્ગદર્શક મુલાયમ સિંહ યાદવને ફરીથી લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટનાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શનિવારે મુલાયમસિંહ યાદવને ડૉક્ટરો દ્વારા રજા આપવામાં આવી હતી, પરંતુ રવિવારે સાંજે તેમની તબિયત ફરી બગડી હતી. આપને જણાવી દઇએ કે, બુધવારે સાંજે મુલાયમસિંહ યાદવને પેટમાં સોજો અને દુખાવો થવાને કારણે શહીદ પથ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ તેમની તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

શનિવારે હોસ્પિટલનાં ડિરેક્ટર ડૉ.રાકેશ કપૂરે કહ્યું હતું કે, મુલાયમસિંહ યાદવનું પેટ ફૂલી રહ્યુ હતુ. તપાસમાં જાણવા મળ્યું કે, મોટા આંતરડામાં સમસ્યા હતી. કોલોનોસ્કોપી દ્વારા સાફ કરવામાં આવ્યુ. સારવાર હોસ્પિટલનાં ગેસ્ટ્રોઇટ્રોલોજિસ્ટિક ડૉ.અભયકુમાર વર્મા અને ગેસ્ટ્રો સર્જન ડૉ.આનંદ પ્રકાશની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ડૉક્ટરોનાં જણાવ્યા અનુસાર તબિયત સામાન્ય હતી ત્યારે શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી સમાજવાદી પાર્ટીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, સમાજવાદી પાર્ટીનાં સ્થાપક આદરણીય નેતા જી સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. ડૉક્ટરોની સલાહ મુજબ આરામ કરી રહ્યા છે.

આ પહેલા ડિસેમ્બર 2019 માં મુલાયમ સિંહને પેટની ફરિયાદ બાદ મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ નવેમ્બર 2019 માં મુલાયમસિંહ યાદવને લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૂન-2018 માં પણ તેમની તબિયત લથડતાં તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને પેશાબની રીટેન્શનની ફરિયાદ હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.