મોન્સીન દલ-મંતવ્ય ન્યુઝ
શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા દ્વારા મહિલાઓ માટેની સહાય યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો સાથે શહેરા તાલુકાના મિશન મંગલમ સ્વસહાય જૂથોની અંદાઝે ૨૦૦ ઉપરાંત સંચાલિકા બહેનોએ ગોધરા ખાતે જિલ્લા પંચાયત કેમ્પસમાં અધિકારીઓ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરતા વહીવટી મોરચે શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાનો મામલો વધુ ગરમાયો છે. એટલા માટે કે શહેરા ટી.ડી.ઓ.અંકિતાબેન ઓઝા સામે ઉભા કરવામાં આવેલા આ ભ્રષ્ટાચારના વિવાદો વચ્ચે પાનમ મહિલા સંગઠનના નેજા હેઠળ કાર્યરત સેંકડો મહિલાઓએ તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની પડખે રહીને તેઓની વહીવટી કામગીરી ઓને આવકાર આપીને હવે ભ્રષ્ટાચાર ખતમ થઈ રહયો હોવાના સંકેતો આપ્યા હતા.!!
શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે અંદાઝે નવ મહિનાઓ પૂર્વે ચાર્જ સંભાળનાર અંકિતાબેન ઓઝા દ્વારા સરકારની દરેક યોજનાઓનો વહીવટ પારદર્શક રહે અને ગરીબોના ઘરો સુધી આ યોજનાઓ પહોંચે એવી પ્રસંશનિય કામગીરીઓની ચર્ચાઓ અચાનક ભ્રષ્ટાચાર એટલે કે વહીવટી તંત્ર સામે આક્ષેપો કરવા હોય તો ભ્રષ્ટાચાર શબ્દ એકદમ સરળ હોય છે. કંઈક આજ પ્રમાણે શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા સામે સૌ-પ્રથમ સત્તાધારી ભા.જ.પ.ના પદાધિકારીઓ અને અગ્રણીઓ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રણમેદાનમાં ઉતર્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર કરીને તાત્કાલિક અસરથી તેઓની બદલી કરવામાં આવે એવી માંગણી કરી હતી. ત્યારબાદ આજરોજ શહેરા તાલુકામાં મિશન મંગલમ હેઠળ સ્વસહાય જૂથોના રિવોલીંગ ફંડમાં તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્વસહાય જૂથોની સંચાલિકા બહેનોએ ગોધરા સ્થિત જિલ્લા પંચાયત કેમ્પસમાં આ અધિકારી વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની તાત્કાલિક અસરથી બદલી કરવા માટે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.!!
ગુજરાત સરકારના સત્તાધારી ભા.જ.પ.ના “સોળે કળાએ ખિલેલા” આ શાસનમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા સામે શહેરા તાલુકાના ભા.જ.પ.ના સમૂહના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાત્કાલિક અસરથી બદલી કરવાના ઉભા થયેલા આ અચાનકના વિરોધ વંટોળના આ રહસ્યોથી ખુદ જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હશે એટલા માટે કે શહેરા તાલુકામાં પારદર્શક વહીવટની સાથોસાથ સરકારની વિવિધ યોજનાઓ સાકાર થાય એવા ચુસ્ત વહીવટનો આગ્રહ અચાનક દુરાગ્રહમાં ફેરવી દેવાનો આ મામલો ગોધરા થી ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે.આ સંદર્ભમાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે જો રાજયસ્તરેથી તપાસો હાથ ધરવામાં આવે તો તેઓની સામે બાંયો ચઢાવનારા કેટલાક ચહેરાઓ ખુદ ભ્રષ્ટાચારના દાયરામાં આવી જવાની સ્ફોટક ચર્ચાઓ વહીવટી તંત્રમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.!!
