Not Set/ 25000 કરોડનાં હેલિકોપ્ટર સોદા માટે આ ચાર ભારતીય કંપની વચ્ચે હરીફાઇ

નેવી હેલિકોપ્ટર ડીલ ચાર ભારતીય કંપનીઓ મેદાનમાં 25000 કરોડનો હેલિકોપ્ટર સોદો ભારતમાં બનાવવાનું આયોજન સ્વદેશી નેવલ યુટિલિટી ચોપરનું નિર્માણ કરાશે ભારતીય નેવીની ચોપર ડીલ માટે ચાર ભારતીય કંપનીઓ વચ્ચે જ કશ્મકશ થઇ શકે છે. 25000 કરોડની આ ડીલ માટે ભારતની ચાર કંપનીઓ ટાટા, અદાણી, મહેન્દ્રા અને ભારત ફોર્જ વચ્ચે હરીફાઇ થઇ શકે છે. નરેન્દ્ર મોદી […]

Top Stories India
  • નેવી હેલિકોપ્ટર ડીલ
  • ચાર ભારતીય કંપનીઓ મેદાનમાં
  • 25000 કરોડનો હેલિકોપ્ટર સોદો
  • ભારતમાં બનાવવાનું આયોજન
  • સ્વદેશી નેવલ યુટિલિટી ચોપરનું નિર્માણ કરાશે

ભારતીય નેવીની ચોપર ડીલ માટે ચાર ભારતીય કંપનીઓ વચ્ચે જ કશ્મકશ થઇ શકે છે. 25000 કરોડની આ ડીલ માટે ભારતની ચાર કંપનીઓ ટાટા, અદાણી, મહેન્દ્રા અને ભારત ફોર્જ વચ્ચે હરીફાઇ થઇ શકે છે. નરેન્દ્ર મોદી સરકાર સ્વદેશીમાં નિર્માણ પામેલા રક્ષા સંશાધનો પર વધુ ભાર મૂકી રહી છે. અને આથી જ વ્યૂહાત્મક નીતિગત ભાગીદારી હેઠળ આ પ્રથમ પ્રોજેક્ટમાં ભારતીય નેવી માટે 111 હળવા પ્રકારનાં હેલિકોપ્ટરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે.

ટાટા, અદાણી, મહેન્દ્રા અને ભારત ફોર્જ સહિતની તમામ કંપનીઓ વિદેશી કંપનીઓ સાથે સંયુક્ત સાહસની રચના કરીને દેશમાં જ તમામ હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. ભારતીય નેવીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેય ભારતીય કંપનીઓએ હવે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ્સ ધરાવતી વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.