Gandhinagar News : ગાંધીનગરમાં દાદાનું ઓપરેશન ગંગાજળ અભિયાન હાલમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ અભિયાનમાં ભ્રષ્ટાચાર અને નિયમોનું ઉલ્લંઘન કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઓપરેશન ગંગાજળ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર અને આણંદના મેડિકલ ઓફિસરો સામે કાર્યવાહી કરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને ઘર ભેગા અથવા ફરજિયાત વયનિવૃત્ત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના મેડિકલ ઓફિસરોને ઘર ભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના મેડિકલ ઓફિસરને ફરજિયાત વયનિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો સાબિત થયા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈને બક્ષવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણમાં અસર થાય તેવી આશા સેવાઈ રહી છે. આગામી સમયમાં પણ સરકારનુ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલુ રહેશે.
@ Ujjval Vyash, Gandhinagar
આ પણ વાંચો: રાજકોટ શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓને તાપણું કરવું પડ્યું ભારે!
આ પણ વાંચો: એર ઈન્ડિયામાં છટણી, આ કારણોસર નોકરીમાંથી છૂટા કરાયાં
