ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર નદીમાં પલટી ગઈ હતી. કારમાં બેસેલા તમામ લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા .અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હજુ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 5 વાગ્યે રામનગરની ધેલા નદીમાં પ્રવાસીઓથી ભરેલી અર્ટિગા કાર વહી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય 5 લાપતાની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી મુજબ એક બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.
આ અંગે પોલીસ ઘટના સ્થલે પહોચી છે, હાલમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે,મડતદેહોને બહાર કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. અને જે લાપતા છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
UN REPORT/ 15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી સાજા થયા, સ્વાસ્થ્ય માપદંડમાં સુધાર
