Not Set/ થાણેના વૃદ્વાશ્રમમાં 67 લોકો કોરોના સંક્રમિત મળતા દહેશતનો માહોલ

થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. કૈલાશ પવારે જણાવ્યું કે વૃદ્ધાશ્રમમાં 67 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી પાંચ સ્ટાફ છે

Top Stories India

મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. થાણે જિલ્લામાં એક વૃદ્ધાશ્રમમાં 67 લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. કૈલાશ પવારે જણાવ્યું કે વૃદ્ધાશ્રમમાં 67 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી પાંચ સ્ટાફ છે. એટલે કે સ્ટાફ સિવાય વૃદ્ધાશ્રમમાં રહેતા 62 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ રેંગેએ જણાવ્યું હતું કે ભિવંડી તાલુકાના ખડાવલી સ્થિત ‘માતોશ્રી’ વૃદ્ધાશ્રમમાં રહેતા કેટલાક લોકોની તબિયત બગડવાની માહિતી મળ્યા બાદ ડૉક્ટરોની ટીમમાં 109 લોકોની તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે તેમાંથી 61 લોકો પોઝિટિવ આવ્યા છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે એક વૃદ્ધ વ્યક્તિના ચેપની પુષ્ટિ થઈ હતી.

60 વર્ષથી વધુ ઉંમરના તમામ 62 વૃદ્ધોને સારવાર માટે થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.  આ વડીલોના પાંચ સંબંધીઓ પણ કોરોના વાયરસ ટેસ્ટમાં સંક્રમિત જોવા મળ્યા હતા અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર આ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે અને ચેપના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યું છે.