વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભામાં પોતાનો આતંક ફેલાવ્યો છે. ત્યારે વિશ્વભરમાં તેની સામે રસીકરણની ઝુંબેશ ચાલુ છે. યુકેમાં કોરોના રસી લીધા બાદ 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 23 લોકો ગંભીર માંદગીનો ભોગ બન્યા છે. બ્રિટનમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી 30 લોકોની તબિયત લથડી હતી. જેમાંથી 7 લોકોના મોત થયા છે. જયારે 23 ની હાલત હાલ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. રસીકરણ પછી, બધાએ લોહી ગંઠાઈ જવાની ફરિયાદ શરૂ કરી. આ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પર યુરોપિયન દેશોએ પ્રતિબંધ મૂક્યો હતો
હકીકતમાં, ગયા મહિને માર્ચ મહિનામાં, કેટલાક યુરોપિયન દેશોએ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. લોકોને ભય હતો કે આ રસી લગાવવાથી લોહી ગંઠાઇ જાય છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે રસી પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી. ડબ્લ્યુએચઓના પ્રવક્તા માર્ગારેટ હેરિસે કહ્યું, ‘હા, આપણે એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. તેનો ઉપયોગ ન કરવા માટે કોઈ કારણ નથી.
12 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે
મીડિયા અહેવાલો અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના ૧૨ કરોડથી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, આ જીવલેણ રોગચાળાને કારણે કુલ 27 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
