કોલ ગર્લ પર અવાર-નવાર રેપ કેસની ઘટનાઓ સામે આવતી હોય છે. જયારે આ વધતા જતા દુષ્કર્મોમાં આ વર્ષે યુપીમાં 24% વધારો થયો અને 8 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ફરી એક વાર ઉત્તરપ્રદેશનાં નોયડામાં ત્રણ કોલ ગર્લ સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટનામાં 7 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓની સાથે હજી પૂછપરછ ચાલી રહી છે. હાલમાં પોલીસ દ્વારા ફાર્મ હાઉસને બંદ કરી સીલ કરી દેવામાં આવ્યું છે.
આ ઘટનાનાં વિષય પર ગૌતમ બુદ્ધ નગરનાં વરિષ્ઠ પોલીસ અધિકારી વૈભવ કૃષ્ણએ કહ્યું કે, ત્રણેય છોકરીઓ દિલ્હીની રહેવાસી છે. જેમાંથી એક યુવતીએ બુધવારે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટમાં પીડિતાએ કહ્યું હતું કે, તે પોતાની બે સાથી કોલ ગર્લ સાથે લગભગ રાત્રીનાં 11:30 વાગ્યે લાજપત નગર મેટ્રો સ્ટેશન પાસે ગ્રાહકોની તલાશમાં ઉભી હતી. એવામાં જ ત્યાં સફેદ રંગની કાર આવી. કારમાં બે લોકો સવાર હતા. તેણે એક યુવતીનાં 3 હજાર એ રીતે કુલ 9000માં એક રાત માટે તેમને બુક કરી. ત્યારબાદ દિલ્હીથી નોયડા કારમાં લઈ જવા લાગ્યાં.
જ્યારે કોલ ગર્લને અહી કોઇ ગડબડી થઇ રહી હોવાનું આશંકા થતા તેણે આ વાત પર ઇનકાર કર્યો તો તે લોકોએ ત્યા જ નજીકનાં એક ફાર્મ હાઉસ પર આ કોલ ગર્લને લઈ ગયા. તો ત્યાં યુવતીઓએ જોયું કે 9 લોકો હતા. માટે યુવતીઓએ શારિરીક સંબંધ બાંધવાની ના પાડી દીધી. આ વાત સાંભળીને આરોપી ગુસ્સે થયો અને મારપીટ કરવા લાગ્યો ત્યારબાદ એક પછી એક એમ 9 લોકોએ યુવતીઓ પર દુષ્કર્મ આચર્યું. એક પછી એક આવી ઘટનાઓ સામે આવતી હોય છે છાપું ખોલતાજ એક 16-વર્ષની બાળકી સાથે રેપ કેસ, દિલ્હી રેપ કેસ, મોહાલીમાં ટેક્ષીની અંદર બે મહિલાઓનો રેપ કેસ, એક થી વધુ છોકરીઓનો રેપ કેસ, આવું વાંચતાજ જીવ હચમચી ઉઠતો હોય છે તેવામાં આ વધતા જતા કેસોમાં કોલ ગર્લનો આ કિસ્સો પણ શર્મસાર બની ઉઠયો છે.
સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે ગમે તેટલા પગલાઓ લેવાયા હોવા છતાં પણ આ ઘટનાઓની સંખ્યામાં ઘટાડો જોવા નથી મળતો કે ના તો તેનો સંપૂર્ણ અંત આવતો હોય. કોલ ગર્લ સાથે થયેલ આ ઘટના બાદ પોલીસ દ્વારા જાણવા મળ્યું કે, જે ફાર્મ હોઉસમાં આ ગેંગરેપ થયો તે ફાર્મ હોઉસ દિલ્હીનાં મોટર પરિવહન વિભાગમા તૈનાત એક મોટા અધિકારીનું છે. ફાર્મ હાઉસને કલમ 102 હેઠળ બંધ કરી દેવામાં આવ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
