Not Set/ ચેન્નઈ: ભારે વરસાદથી 12 લોકોના મોત, શાળાઓ પણ રહેશે બંધ

ચેન્નઈ, 4 નવેમ્બર: શનિવારે સવારના ચેન્નઈમાં વધુ વરસાદ પાડવાના કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે શહેરમાં ભારે વરસાદને કારણે 12 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. ગઈ કાલે રાતે 11 વાગ્યા સુધી ચેન્નઈમાં ભારે વરસાદના કારણે 55 મીમી વરસાદ પડ્યો હતો તેમ છતાં હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. સ્કાયમેટ હવામાન મુજબ […]

Uncategorized

ચેન્નઈ, 4 નવેમ્બર: શનિવારે સવારના ચેન્નઈમાં વધુ વરસાદ પાડવાના કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે શહેરમાં ભારે વરસાદને કારણે 12 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. ગઈ કાલે રાતે 11 વાગ્યા સુધી ચેન્નઈમાં ભારે વરસાદના કારણે 55 મીમી વરસાદ પડ્યો હતો તેમ છતાં હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.

સ્કાયમેટ હવામાન મુજબ શનિવારે સવારના કલાકો દરમિયાન મધ્યમ થી ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે જેમાં બપોર પછી ઘટાડો થશે તેવી શક્યતા છે. ચેન્નાઇ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જીલ્લાઓમાં 31 ઓકટોબરથી શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. સરકારી પ્રકાશન મુજબ ચેન્નાઇમાં 105 રાહત કેમ્પની સ્થાપના કરવામાં આવી છે. નોંધનીય છે કે મેટ ઓફિસ દ્વારા આ વર્ષે ચેન્નાઇમાં થયેલા વરસાદની માહિતી મુજબ શુક્રવારે શહેરમાં 8.30 વાગ્યા સુધીમાં 554.2 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. શુક્રવાર સુધી ચેન્નઈના ઉત્તર-પૂર્વ મોનસુનમાંથી 441.3 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદે રોડ અને રેલ ટ્રાફિકને પણ અસર કરી છે. હવામાન ખાતાએ અઠવાડિયાના અંત સુધી વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરી છે.