Breaking News: ડો. કે.એલએન.એન. રાવને New DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના વર્તમાન ડીજીપી , વિકાસ સહાય, સત્તાવાર રીતે 6 મહિના પહેલા નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનો કાર્યકાળ એક્સટેન્શન આપવામાં આવ્યો હતો, જે હવે સમાપ્ત થઈ ગયો છે.
ડૉ. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ DGP તરીકે નિયુક્ત
રાજ્યના કાયમી DGPના સ્થાને ડૉ. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના કાયમી ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, ડૉ. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, ગુજરાત રાજ્યના પોલીસ વડા પદ પર કોની નિમણૂક થશે તે અંગે ઘણી અનિશ્ચિતતા હતી, પરંતુ ડૉ. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે નવા કાયમી DGPના સ્થાને છે.
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક પણ DGP પદ માટે દોડમાં હતા, પરંતુ સરકારે કાયમી ડીજીપીઅંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેથી, વિકાસ સહાયની નિવૃત્તિના અંતિમ કલાકોમાં, રાજ્ય સરકારે ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. ડૉ. રાવ સૌથી વરિષ્ઠ IPS અધિકારી હોવાથી, તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતને મળશે નવા ડીજીપી, આવતીકાલે વિકાસ સહાયની નિવૃત્તિ; પોલીસ ભવનમાં વિદાય સમારંભ
આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: વિકાસ સહાયનો કાર્યકાળ પૂરો, રાવ Vs મલિક,કોણ બનશે નવા ડીજીપી?
આ પણ વાંચો:ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
