Not Set/ હેપી બર્થડે વિરાટ કોહલી : ટીમ ઇન્ડિયાએ ઉજવ્યો કપ્તાન નો બર્થડે 

ઇન્ડિયા ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રવિવારના રોજ રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે બાદ તેના સાથી ખેલાડીઓ સાથે તેમના 29 મા જન્મદિવસની ઉજવણી કરી. વિરાટ કોહલી દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ અને યુથ આઇકોન કહેવાય છે. ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટર સહિત વિરાટના મિત્રો, ચાહકો, કાર્યકર્તાઓએ આ સ્પેશ્યલ દિવસે એમને પોતાનો પ્રેમ દેખાડવાની તક છોડી ન હતી. કોહલીએ […]

Sports
ઇન્ડિયા ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રવિવારના રોજ રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે બાદ તેના સાથી ખેલાડીઓ સાથે તેમના 29 મા જન્મદિવસની ઉજવણી કરી. વિરાટ કોહલી દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ અને યુથ આઇકોન કહેવાય છે. ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટર સહિત વિરાટના મિત્રો, ચાહકો, કાર્યકર્તાઓએ આ સ્પેશ્યલ દિવસે એમને પોતાનો પ્રેમ દેખાડવાની તક છોડી ન હતી.

કોહલીએ 49 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે (32 વનડે અને ટેસ્ટમાં 17) જેમાંથી 28 સદી વનડેમાં અને 10 સદી ટેસ્ટમાં વિદેશી ભૂમિ પર ફટકારી છે. માત્ર સદીઓ જ નહીં તેમણે મુશ્કેલ સ્થાને ટીમ માટે ઘણી લડાયાક ઇનિંગ્સ પણ રમી છે. વિરાટ કોહલી હવે ટીમ ઇન્ડિયા સાથે તિરુવનંતપુરમ જશે. જ્યાં 7 નવેમ્બરે નિર્ણાયક ટિ-20 રમશે. ન્યૂઝીલેન્ડે બીજી ટી -20માં લડત આપતા 196 રન ખડકી નાખ્યા હતા જેના જવાબમાં ઇન્ડિયા માત્ર 156 રન મારી શક્યું હતું. હવે મંગળવારના નિર્ણાયક મેચમાં શું થાઈ તે જોવાની વાત રહેશે.

Official BCCI