Not Set/ U.S. : ભારત એક મિસાઇલ વિકસિત કરી રહ્યું છે, જે સમગ્ર ચીન પર નિશાન સાધવા સમર્થ હોય

 અમેરિકાના પરમાણુ વિશેષજ્ઞોનું કહેવું છે કે  ભારત પોતાનાં પરમાણુ હથિયારોનાં જખીરાને સતત આધુનિક બનાવી રહ્યું છે. પરંપરાગત્ત રીતે પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને પરમાણુ નીતિ બનાવનારા દેશનું ધ્યાન હવે ચીનની તરફ વધારે છે. એક ડિજિટલ જર્નલનાં અનુસાર હવે ભારત એક મિસાઇલ વિકસિત કરી રહ્યું છે, જે દક્ષિણ ભારત ખાતેનાં પોતાનાં બેઝથી સમગ્ર ચીન પર નિશાન સાધવા સમર્થ […]

Uncategorized

 અમેરિકાના પરમાણુ વિશેષજ્ઞોનું કહેવું છે કે  ભારત પોતાનાં પરમાણુ હથિયારોનાં જખીરાને સતત આધુનિક બનાવી રહ્યું છે. પરંપરાગત્ત રીતે પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને પરમાણુ નીતિ બનાવનારા દેશનું ધ્યાન હવે ચીનની તરફ વધારે છે. એક ડિજિટલ જર્નલનાં અનુસાર હવે ભારત એક મિસાઇલ વિકસિત કરી રહ્યું છે, જે દક્ષિણ ભારત ખાતેનાં પોતાનાં બેઝથી સમગ્ર ચીન પર નિશાન સાધવા સમર્થ હોય.

હંસમ એમ ક્રિસ્ટનસેન તથા રોબર્ટ એસ નોરિસે “ઇન્ડિયન ન્યૂક્લિયર ફોર્સેઝ 2017” નામનાં લેખમાં લખ્યું છે કે 150-200 પરમાણુ હથિયાર માટે ભારતે ઘણા પ્લૂટોનિયમ ઉત્પન કરવાની યોજના બનાવી હતી પરંતુ માત્ર 120-130પરમાણુ હથિયારનું નિર્માણ કરી શક્યું છે. તેમણે લખ્યું કે, જો કે પારંપારિક રીતે ભારતનું ધ્યાન પાકિસ્તાનમાં રહેતું આવ્યું છે, પણ હવે ભારત જે રીતે અણુ ક્ષેત્રે આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે જોતાં એવું લાગે છે કે એણે ચીન  સાથે ભવિષ્યનાં કૂટનીતિક સંબંધો પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

આલેખમાં ભારત દ્વારા પરમાણુ હથિયારનાં આધુનિકરણ તથા અનેકો નવા પરમાણુ હથિયાર વ્યવસ્થાનાં વિકાસની વાત જણાવતા બંન્ને વિશેષજ્ઞોએ કહ્યું કે હાલનાં સમયમાં ભારત ધ્વારા નવા પરમાણુ હથિયારો ઝડપથી વિક્સિત કરવામાં આવી રહી છે. આગામી દાયકા સુધીમાં તૈનાત થવાની સંભાવના છે.

આ નિષ્ણાંતો  એવી નોંધ લીધી છે કે ભારત અનેક નવી અણુશસ્ત્ર સિસ્ટમને આધુનિક સ્વરૂપ આપી રહ્યું છે. ભારત પાસે હાલ સાત અણુસક્ષમ સિસ્ટમ્સ છે. આમાં બે વિમાન, ચાર લેન્ડ-બેઝ્ડ મિસાઈલ અને એક સામુદ્રિક બેલિસ્ટિક મિસાઈલ છે