Rajkot News:રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર મેટોડા GIDCમાં ગત રાત્રે (3 માર્ચ) એક દિલ ધ્રુજાવી દે તેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ હાઇવે પર GIDC ગેટ નંબર 3 પાસે યુનિવર્સલ ટેક્નોકાસ્ટ કારખાના નજીક રાત્રિના આશરે 10 વાગ્યે પુરપાટ ઝડપે આવતા ટ્રકે પેસેન્જર ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં (Accident) રિક્ષા ચાલક સહિત કુલ ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
પ્રાથમિક તપાસ અનુસાર, ઓટો રિક્ષા શ્રીરામ હોસ્પિટલ પાસેથી પસાર થઈને GIDC ગેટ નંબર ૩ તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રકે તેને પાછળથી અથવા બાજુથી જોરદાર અડફેટે (Accident) લીધી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષાનો સંપૂર્ણ બુકડો થઈ ગયો અને તેમાં સવાર તમામ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. ઘટનાસ્થળે જ ચારેયનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
અકસ્માતમાં (Accident) પરિવારે ગુમાવ્યો આધારસ્તંભ
સુનિલ અશ્વિનભાઈ વરાણીયા મેટોડા GIDCના મચ્છોનગર વિસ્તારમાં રહેતા. તેઓ પરિવારનું એકમાત્ર આધારસ્તંભ હતા. તેમને બે દીકરીઓ છે અને તેઓ પોતે ત્રણ ભાઈ-બહેનમાં મોટા હતા.આ ઘટનાએ પરિવારમાં કલ્પાંત જેવી સ્થિતિ સર્જી છે.વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજય સવસીભાઈ ગાંગડિયા મેટોડા GIDCમાં રોટરી ક્લબ નજીક રહેતા હતા.મૂળ સુરેન્દ્રનગરના વતની હતા. તેઓ પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસના વિસ્તારોમાં કામ કરતા હતા.

ઘટનાની જાણ થતાં જ રાજકોટ જિલ્લા પોલીસ સહિત મેટોડા પોલીસ અને LCB ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. FSL અને RTOની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.ટ્રક ચાલક અકસ્માત (Accident) બાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ બંસીભારતી બટુકભારતી ગોસ્વામી તરીકે થઈ છે.
આ પણ વાંચો:અમદાવાદના દૂધેશ્વર રોડ પર BRTS બસ સ્ટેન્ડ પાસે કારનો અક્સ્માત
આ પણ વાંચો:જામનગરમાં ગોઝારા અકસ્માતથી યુવાનનું મોત
આ પણ વાંચો:સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, બે બાળકોના કરૂણ મોત, 45 ઇજાગ્રસ્ત
