Breaking News/ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, દાહોદમાં 2.5 અને ભચાઉમાં 3.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ

દાહોદ અને ભચાઉ વિસ્તારમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા. 2.5 અને 3.4 તીવ્રતાના ઝટકાથી લોકોમાં ગભરાટ ફેલાયો.

Top Stories Gujarat Breaking News
Earthquake

Breaking News:કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વારંવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાઈ રહ્યા છે. આ ભૂકંપ હવે મધ્ય ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યા છે. દાહોદમાં આજે સવારે 11:55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપના (Earthquake) આંચકા હવે મધ્ય ગુજરાતમાં પણ અનુભવાયા છે. દાહોદમાં આજે સવારે 11:55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

 

બીજી તરફ, આજે બપોરે 1:43 વાગ્યે કચ્છના ભચાઉમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું. અગાઉ, 2 માર્ચે ગીર સોમનાથના તલાલામાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 55 કિમી દૂર નોંધાયું હતું.

આ પહેલા પણ કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં  ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો બપોરે 1.56 કલાકે નોંધાયો હતો. ભૂકંપ (Earthquake) નું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 11 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂકંપથી (Earthquake) લોકોમાં ભયનો માહોલ

ભૂકંપ (Earthquake) ના આંચકાથી કેટલાક વિસ્તારોમાં લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે આ આંચકો હળવો હોવાથી કોઈ મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો : કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : કચ્છની ધીંગી ધરા ફરી ધણધણી ઉઠી, રાપરમાં વહેલી સવારે 2.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : ઉતરાયણના દિવસે જ ગુજરાતની ધરા ધ્રુજી, અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા