Varun Dhawan daughter DDH disease: બોલિવૂડ સુપરસ્ટાર વરુણ ધવન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વરુણે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેની નાનકડી દીકરી લારા એક દુર્લભ બીમારીનો શિકાર બની હતી, જેનું નામ DDH (Developmental Dysplasia of the Hip) છે. આ બીમારીને કારણે તેને ચાલવામાં અને હરવા-ફરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરુણ અને તેની પત્ની નતાશા દલાલે વર્ષ 2024માં તેમની દીકરીનું સ્વાગત કર્યું હતું, પરંતુ દોઢ વર્ષની ઉંમરે આ બીમારીની જાણ થઈ હતી.
શું છે આ DDH બીમારી?
DDH એ એવી સ્થિતિ છે જેમાં થાપાના સાંધાની હાડકી (Hip bone) તેની સાચી જગ્યાએથી ખસી જાય છે અથવા બરાબર વિકસિત થતી નથી. વરુણે (Varun) આ વિશે સમજાવતા કહ્યું કે, આ બીમારીમાં બાળકનો એક પગ બીજા પગ કરતા નાનો કે મોટો લાગે છે, જેના કારણે બાળકની ચાલ અસંતુલિત થઈ જાય છે. જો સમયસર સારવાર ન મળે તો ભવિષ્યમાં ગઠિયા (Arthritis) કે સ્લિપ ડિસ્ક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
દીકરી માટે કઠિન રહ્યો ઇલાજ
વરુણે (Varun) જણાવ્યું કે ભારત જેવા દેશમાં આ બીમારીની સુવિધાઓ પશ્ચિમી દેશો જેટલી સરળતાથી ઉપલબ્ધ નથી, છતાં સારા ડોક્ટરોની મદદથી તેની દીકરીનો ઇલાજ સફળ રહ્યો છે. સૌથી રાહતની વાત એ રહી કે લારાને સર્જરીની જરૂર ન પડી. ડોક્ટરોએ એક ખાસ પ્રક્રિયા દ્વારા તેના થાપાના હાડકાને સાચી જગ્યાએ સેટ કર્યું હતું. જોકે, ત્યારબાદ નાનકડી દીકરીને અઢી મહિના સુધી સ્પાઇકા કાસ્ટ (Spica Cast) એટલે કે પ્લાસ્ટરમાં રહેવું પડ્યું હતું.
પિતા તરીકે Varun નો ભાવુક અનુભવ
એક પિતા તરીકે વરુણ (Varun) માટે આ સમય અત્યંત પીડાદાયક હતો. તેણે (Varun)જણાવ્યું કે જ્યારે દીકરીને એનેસ્થેસિયા આપીને પ્લાસ્ટર ચડાવવામાં આવ્યું અને જ્યારે તે હોશમાં આવી ત્યારે તે આખેઆખી પ્લાસ્ટરમાં જકડાયેલી હતી. આ દ્રશ્ય જોવું પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ હવે લારા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સામાન્ય રીતે ચાલી શકે છે.
આ પણ વાંચો: ધુરંધર 2 પર સંકટ: ₹800 કરોડની કમાણી વચ્ચે પ્રતિબંધની માંગ, જાણો શું છે વિવાદ!
આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?
આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે

