india news/ યુદ્ધની ચિંગારી હવે રસોડા સુધી! દૂધ, તેલ અને કરિયાણું મોંઘું થશે, જાણો કઈ વસ્તુઓના ભાવ વધશે

પશ્ચિમ એશિયામાં યુદ્ધ (War) ના તણાવે ભારતની મુશ્કેલી વધારી છે. LPG ની અછત અને પ્લાસ્ટિકના ભાવ વધારાથી કરિયાણું અને રોજિંદી વસ્તુઓ મોંઘી થશે.

Top Stories NATIONAL India Trending
Inflation due to West Asia War

Inflation due to West Asia War: પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો છે. ક્રૂડ ઓઇલ અને કાચા માલની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાને કારણે હવે રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. પ્લાસ્ટિક ઉદ્યોગથી લઈને એફએમસીજી (FMCG) સેક્ટર સુધીની કંપનીઓ હવે ભાવ વધારવાની તૈયારી કરી રહી છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે.

કાચા માલમાં 70%નો ઉછાળો

યુદ્ધને કારણે પ્લાસ્ટિક બનાવતા કાચા માલ (પોલિમર) ના ભાવમાં છેલ્લા 30 દિવસમાં 50 થી 70% નો વધારો થયો છે. ભાવ વધારાની વાત કરીએ તો, પ્લાસ્ટિક દાણા (LDPE) જે 110 રૂ/કિલો હતા, તે હવે 180 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આની સીધી અસરરૂપે, આગામી એપ્રિલ મહિનામાં પ્લાસ્ટિકની ટાંકીઓ, ડોલ અને કન્ટેનરના ભાવમાં પણ 30 થી 60% સુધીનો વધારો થઈ શકે છે. બીજી તરફ બેરોજગારીનો ડર વ્યક્ત કરતા ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશને જણાવ્યું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો આ સેક્ટરમાં કામ કરતા 2 થી 3 લાખ લોકો બેરોજગાર થઈ શકે છે.

 20 હજાર નાના ઉદ્યોગો બંધ

કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછતને કારણે દેશભરમાં અંદાજે 20 હજાર નાના કારખાનાઓ બંધ થઈ ગયા છે. આ અછતની ગુજરાતના રાજકોટમાં પણ માઠી અસર જોવા મળી રહી છે, જ્યાં 40 થી વધુ પ્લાન્ટ્સને તાળા લાગી ચૂક્યા છે. મોંઘા ગેસની સ્થિતિ એવી છે કે જે ગેસ અગાઉ 80 રૂપિયામાં મળતો હતો, તે હવે 150 રૂપિયામાં પણ ઉપલબ્ધ નથી, જેના કારણે કારખાનેદારો માટે ઉત્પાદન ચાલુ રાખવું લગભગ અશક્ય બની ગયું છે.

‘રેડી ટુ ઈટ’ની માંગ વધી

ગેસની અછત અને ઘરેલું કામદારોના અભાવે શહેરી પરિવારો હવે રસોઈ બનાવવાના નવા વિકલ્પો શોધી રહ્યા છે. જેના ભાગરૂપે છેલ્લા 5 દિવસમાં ઇન્ડક્શન કુકટોપનું વેચાણ 10 ગણું વધી ગયું છે. આ ઉપરાંત, રેડી-ટુ-ઈટ વિકલ્પોની વાત કરીએ તો ઇન્સ્ટન્ટ નૂડલ્સ, જ્યુસ અને પેકેજ્ડ ફૂડની માંગમાં 10% થી વધુનો ઉછાળો આવ્યો છે. બિગબાસ્કેટ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ પર ગ્રાહકો હવે ખાસ એવા ફૂડ પેકેટ શોધી રહ્યા છે જે 80% સમય અને 60% ગેસ બચાવે.

Warના કારણે સિમેન્ટ ઉદ્યોગ પર પણ આફત

યુદ્ધને કારણે કોલસો અને પેટકોક મોંઘા થતા સિમેન્ટ ઉત્પાદન ખર્ચમાં પ્રતિ ટન 150 થી 200 રૂપિયાનો વધારો થયો છે. કંપનીઓએ ભાવ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બજારમાં ઓછી માંગને કારણે હાલમાં વધારો પાછો ખેંચવાની નોબત આવી છે. જોકે, ઉત્તર ભારતમાં સિમેન્ટની એક બોરી પર 10-15 રૂપિયાનો વધારો યથાવત છે.


આ પણ વાંચો :  તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો : ઇરાને અમેરિકાને કર્યું મોટું નુકસાન : 2,400 પેટ્રિયટ મિસાઇલો ખર્ચાઈ,ચીને લીધી મઝા