Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે તેનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. વિકાસ માટેના આગામી કાર્યો માટેના સંકલ્પ જાહેર કરવામાં આવ્યા છે. આ સંકલ્પ પત્રમાં આગામી પાંચ વર્ષમાં અમદાવાદના વિકાસનો રોડમેપ આપવામાં આવ્યો છે. તેમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનનો પણ સમાવેશ થાય છે. આમ આગામી ચૂંટણી પહેલા અમદાવાદ કેવું હશે તેની ઝાંખી આ સંકલ્પ પત્રમાં દર્શાવવામાં આવી છે.
તેમાં જણાવાયું હતું કે પીએમ મોદીના કાર્યોએ રાજ્યોમાં વિકાસનો પાયો નાખ્યો છે. તેમા 96 ટકા કામ અને ગત ટર્મનું વિઝન ડોક્યુમેન્ટ સદંતર પૂરુ થઈ ગયુ હોવાનું કહેવાયું છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીમુક્ત અમદાવાદની સાથે આખા અમદાવાદમાં 50 હજાર મકાનો બનશે. દિકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે રસીઓ અપાશે. 70 વર્ષ ઉપરના સીનિયર સિટિઝનને મફત સારવાર આપવામાં આવે છે. આ સિવાય વીજબિલમાં પણ 43 ટકા બચત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઇટબિલનો બોજો ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પીએમ મોદીના સંસદમાં મહિલાઓને 33 ટકા અનામતના વિઝનને અનુસરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની બધી ભરતીઓમાં 30 ટકા મહિલા અનામત રાખવામાં આવશે. તેની સાથે 500 કિ.મી. વિસ્તારમાં વર્ષો જૂની લાઇનો બદલવાનું આયોજન છે. 28 મોડેલ ફાયર સ્ટેશન અને ફાયરના અદ્યતન સાધનો લાવવામાં આવશે.
આ ઉપરાંત મેટ્રો, બીઆરટીએસ અને એસટીની કનેક્ટિવિટી ઝડપથી મળે તે રીતે આયોજન કરવામાં આવશે. આગામી ચૂંટણી પૂર્વે પીરાણા સાઇટ સંપૂર્ણપણે દૂર કરી દેવાશે. દરેક ઝોનમાં સ્પોર્ટ એક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બાયોગેસ અ સીએનજીગેસ માટે કચરામાંથી ઉત્પાદન કરવામાં આવશે. સરકારી શાળાઓમાં અંગ્રેજી શાળાઓ બનાવવાનું આયોજન છે. તેની સાથે જગન્નાથ મંદિરને પણ વિકસાવવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા
