World News/ અમેરિકાએ હોર્મુઝ પાર કરી રહેલાં ઈરાની જહાજ પર હુમલો કર્યો, ઈરાને કહ્યું- જલદી જવાબ આપીશું

હોર્મુઝ (Hormuz) સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકાએ ઈરાની મોટા કન્ટેનર જહાજ તુસ્કાને જપ્ત કરી લીધું છે.

Top Stories World
Hormuz

US vs Iran:  અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા મુજબ, ઈરાનનું ‘ટોસ્કા’ નામનું માલવાહક જહાજ હોર્મુઝ (Hormuz) સ્ટ્રેટ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જેને અમેરિકી નૌસેનાના USS સ્પ્રુઅન્સે દ્વારા અટકાવવામાં આવ્યું.

ટ્રમ્પે જણાવ્યું કે જહાજે વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓને અવગણી હતી. ચેતવણી બાદ, USS સ્પ્રુઅન્સે તેની 5-ઇંચની MK 45 ગનથી જહાજના એન્જિન રૂમમાં ગોળીબાર કર્યો. ઘણા રાઉન્ડ પછી, એન્જિન અટકી ગયું અને બંધ થઈ ગયું. ત્યારબાદ યુએસ મરીન કમાન્ડો જહાજ પર ચઢી ગયા અને નિયંત્રણ મેળવ્યું.જહાજ હાલમાં યુએસ નિયંત્રણ હેઠળ છે. ઇજાઓના કોઈ અહેવાલ નથી, પરંતુ યુએસએ ચોક્કસ માહિતી આપી નથી.

બીજી તરફ, ઈરાનના હઝરત ખાતમ અલ-અનબિયા સૈન્ય મુખ્યાલયે આ ઘટનાને અમેરિકાની સીઝફાયર ઉલ્લંઘન ગણાવી છે. ઈરાનનો આરોપ છે કે ઓમાનની ખાડીમાં તેના એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ ગઈ.

તસ્નીમ ન્યૂઝ એજન્સી મુજબ, આ જહાજ ચીનથી ઈરાન તરફ જઈ રહ્યું હતું. ઈરાને આ ઘટનાને “દરિયાઈ લૂંટ” ગણાવીને તાત્કાલિક જવાબ આપવાની ચેતવણી આપી છે. આ સમગ્ર ઘટનાને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર પણ ચિંતા ઉભી થઈ છે.

હોર્મુઝ (Hormuz) પર ઈરાની કાર્ગો જહાજ કબજે, તપાસ શરૂ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી નૌકાદળે રવિવારે ઈરાની ધ્વજવાળા એક કાર્ગો જહાજને હોર્મુઝ નજીક કબજે કર્યું છે. આરોપ છે કે જહાજ અમેરિકાની નાકાબંધીને તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઓમાનની ખાડીમાં અમેરિકી ગાઈડેડ મિસાઈલ યુદ્ધ જહાજે એન્જિન રૂમમાં નુકસાન પહોંચાડી જહાજને અટકાવ્યું હતું. બાદમાં મરીન્સે “ટૂસ્કા” નામના આ જહાજને કબજામાં લઈ તેની તપાસ શરૂ કરી છે.

Hormuz

ઈરાનનો કડક જવાબનો ઈશારો

અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાનના સંયુક્ત સૈન્ય કમાન્ડે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેહરાન ટૂંક સમયમાં તેનો જવાબ આપશે. ઈરાને આ ઘટનાને “દરિયાઈ લૂંટ (પાઈરેસી)” તરીકે ગણાવી છે અને અમેરિકાને સીધો આરોપી ઠેરવ્યો છે.

બીજી તરફ, એક અહેવાલ મુજબ ઈરાની મીડિયાના હવાલાથી જણાવાયું છે કે ઓમાન સાગરમાં ઈરાની જહાજ પર થયેલા હુમલા બાદ ઈરાની દળોએ અમેરિકી યુદ્ધ જહાજોની દિશામાં ડ્રોન મોકલ્યા છે, જેના કારણે વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે.