Vadodara News/ વડોદરામાં VGL દ્વારા CNG અને PNG ના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, જાણો નવા દરો

Vadodara ગેસ લિમિટેડ (VGL) દ્વારા PNG માં રૂ. 1.50 અને CNG માં રૂ. 1 નો વધારો જાહેર. વડોદરામાં હવે PNG નો નવો ભાવ રૂ. 57.74 અને CNG નો ભાવ રૂ. 83.95 થયો.

Gujarat Top Stories Vadodara

Vadodara Gas Price Hike: એક તરફ મધ્યમવર્ગીય પરિવારો પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં વડોદરાવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા શહેરમાં પૂરા પાડવામાં આવતા પાઈપલાઈન ગેસ (PNG) અને સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે ગૃહિણીઓના રસોડાના બજેટથી લઈને વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડવાની છે.

Vadodara : PNG ના ભાવમાં ઉછાળો

કંપની દ્વારા ઘરવપરાશ માટે પાઇપલાઇન મારફતે અપાતા PNG ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 1.50 નો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ હવે વડોદરાના લાખો ઘરેલુ ગ્રાહકોએ PNG માટે રૂ. 57.74 પ્રતિ યુનિટ ચૂકવવા પડશે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોના માસિક ખર્ચમાં સીધો વધારો થશે અને ગૃહિણીઓનું બજેટ બગડશે.

CNG વાહનચાલકોને પણ ફટકો

માત્ર રસોડે જ નહીં, પરંતુ રસ્તા પર પણ મોંઘવારી નડવાની છે. VGL દ્વારા વાહનોમાં વપરાતા CNG ગેસના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. 1 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ હવેથી વડોદરામાં CNG નો નવો ભાવ રૂ. 83.95 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારાની સીધી અસર ઓટો રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઈવરો અને રોજબરોજ અપડાઉન કરતા ખાનગી વાહનચાલકો પર પડશે, જેનાથી સરવાળે પરિવહન ખર્ચ પણ વધવાની શક્યતા છે.

શા માટે સતત વધી રહ્યા છે ગેસના ભાવ?

નોંધનીય છે કે, માત્ર પાંચ મહિના પહેલા જ VGL દ્વારા ગેસના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી આ ઝટકો આપવામાં આવ્યો છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં મોટી અનિશ્ચિતતા ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસ અને ઈંધણના ભાવ સતત વધી રહ્યા હોવાથી, ગેસ વિતરણ કંપનીઓ આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા મજબૂર બની છે.


આ પણ વાંચો : એલપીજીથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… દેશમાં આજથી લાગુ કરવામાં આવ્યા છે આ 5 મોટા ફેરફારો

આ પણ વાંચો : એલપીજી સિલિન્ડર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ સંબંધિત નિયમો 1 જૂનથી બદલાઈ જશે

આ પણ વાંચો : બજેટ પહેલા એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો!જાણો નવી કિંમત