Bhavnagar News: ભાવનગર શહેરમાં બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી (Bapa Sitaram Credit Society)ને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સોસાયટી પર કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાના આક્ષેપો થતાં રોકાણકારોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો અને એજન્ટો હવે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
Bapa Sitaram Credit Society ઓફિસને મારાયા તાળા
માહિતી મુજબ, સોસાયટી (Bapa Sitaram Credit Society)ની ઓફિસ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સામે આવ્યું છે.રોકાણકારો અને એજન્ટો પૈસા અંગે પૂછપરછ કરવા પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળતા શંકા વધુ ગાઢ બની હતી.
હજારો લોકોને અસરનો દાવો
આક્ષેપો મુજબ, અનેક એજન્ટો મારફતે હજારો લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું હતું. હવે રોકાણકારોને સમયસર રકમ ન મળતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.કેટલાક એજન્ટોએ પણ પોતે છેતરાયા હોવાનો દાવો કર્યો છે.
નિવાસસ્થાને પહોંચ્યું ટોળું
સોસાયટી (Bapa Sitaram Credit Society) સાથે જોડાયેલા જવાબદાર વ્યક્તિઓનો સંપર્ક ન થતાં ગુસ્સે ભરાયેલા લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.ત્યાં પણ તાળા જોવા મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
કરોડોના ફુલેકાના આક્ષેપ
સ્થાનિક સ્તરે સોસાયટી સામે મોટા આર્થિક ગેરવહીવટ અને કરોડો રૂપિયાના ફુલેકાના આક્ષેપો થઈ રહ્યા છે.હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં 1 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર
આ પણ વાંચો:દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ
