Savli News/ ટુંડાવ ગામમાં ગટર કામને લઈને વિવાદ, 2 વર્ષ જૂનો રોડ તોડાતા ગ્રામજનોમાં રોષ

ટુંડાવ ગામ (Tundav Village)માં ગટર લાઇનના કામ માટે બે વર્ષ પહેલાં બનેલો રોડ તોડાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. રૂ. 15 લાખના ખર્ચે બનેલા રોડને ફરી ખોદવામાં આવતા સ્થાનિકોએ કામ અટકાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ આયોજનના અભાવ અને વિકાસના નામે નાણાંના બગાડના આક્ષેપો પણ કર્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Tundav Village: રૂ. 15 લાખના રોડને તોડતા ગ્રામજનોનો હોબાળો

Savli News: ટુંડાવ ગામ (Tundav Village)માં ગટર લાઇનના કામને લઈને ગ્રામજનો અને તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો છે. ગામમાં અંદાજે બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલા રોડને ફરી તોડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ગામ (Tundav Village)માં ગટર લાઇન નાખવા માટે રોડ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ગ્રામજનોએ આ કામનો વિરોધ કરતાં સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દીધી હતી. ગ્રામજનોનું કહેવું છે કે થોડા સમય પહેલાં જ આશરે રૂ. 15 લાખના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે ફરી તેને તોડી નાંખવાથી સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે.

Tundav Village ગ્રામજનોએ કામ અટકાવ્યું

સ્થાનિક લોકો દ્વારા આયોજનના અભાવ અને વિકાસ કામોમાં સંકલનની ખામી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજન વિના કામો હાથ ધરાતા ગામમાં વિકાસના બદલે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.ગામલોકોએ સરપંચ અને ઉપસરપંચની કાર્યપદ્ધતિ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. કેટલાક ગ્રામજનોએ દાવો કર્યો છે કે વિકાસ કાર્યોમાં યોગ્ય માર્ગદર્શન અને પૂર્વ આયોજનના અભાવે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.

આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ભવિષ્યમાં આવા કામો શરૂ કરતા પહેલાં યોગ્ય આયોજન અને જનસમજણ સાથે આગળ વધવું જરૂરી છે.હાલ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિને શાંત પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:કલોલમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી 28 વર્ષીય યુવાનનું કરુણ મોત

આ પણ વાંચો:અણખોલ ગામ પાસે ડ્રેનેજ પ્રોજેક્ટમાં ભયાનક દુર્ઘટના,વડોદરામાં ગટર ચેમ્બરમાં શ્વાસ ઘૂંટાવાથી 2ના મોત

આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ