Breaking News/ મોરબી મનપાના નવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી, ચિરાગ રાણપરા બન્યા ડેપ્યુટી મેયર

મોરબી મહાનગરપાલિકાના નવા મેયર (Morbi Mayor) તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ચિરાગ રાણપરાને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ છે.

Top Stories Gujarat Others Breaking News
Morbi Mayor: મોરબી મનપાને મળ્યા નવા મેયર,ઉત્તમ સુરાણી પર મુકાયો વિશ્વાસ

Morbi Mayor: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત મોરબી મહાનગરપાલિકામાં પણ નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઉત્તમ સુરાણી બન્યા Morbi Mayor

મોરબી મહાનગરપાલિકાના નવા મેયર (Morbi Mayor) તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાને જવાબદારી સોંપવામાં આવી છે. બંને નેતાઓની પસંદગી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મોરબી સહિત રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સંગઠન અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે.

રાજકીય વિશ્લેષકોના મતે મોરબી શહેરના વિકાસ, રસ્તા, પાણી, સ્વચ્છતા, ડ્રેનેજ અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વના મુદ્દાઓ પર નવી ટીમ વધુ ફોકસ કરશે. શહેરના વિકાસ માટે આગામી સમયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. મોરબી મનપામાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક સાથે હવે શહેરના વહીવટમાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો:નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી, ભાજપે જાહેર કર્યા પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ

આ પણ વાંચો:ગાંધીધામ મનપાના નવા મેયર ભાજપના દિવ્યા નાથાણી

આ પણ વાંચો:જામનગર મનપાના નવા મેયર ભાજપના મોનિકા વ્યાસ