Entertainment News : બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન (Varun Dhawan)ની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ રિલીઝ પહેલા જ ભારે વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મ આગામી 5 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવાની છે, પરંતુ તે પહેલા જ જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં મોટો કાયદાકીય કેસ દાખલ કર્યો છે. વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ₹400 કરોડનો અધધધ કાયદાકીય કેસ (₹400 crore lawsuit)ઠોકી દીધો છે
આ સમગ્ર વિવાદ ફિલ્મના ગીત ‘ચુનરી ચુનરી’ (Chunri Chunri Song)અને ‘ઇશ્ક સોના હૈ’ના ઉપયોગને લઈને ઉભો થયો છે. બંને ગીતો બોલિવૂડના લોકપ્રિય જૂના ગીતોના રિમેક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. વાસુ ભગનાનીની કંપની ‘પૂજા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ’નો આરોપ છે કે ફિલ્મના મેકર્સે જરૂરી પરવાનગી અને કાયદેસરના રાઈટ્સ (Copyright Controversy) વિના આ ગીતોનો ઉપયોગ કર્યો છે.

આ કેસમાં ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને ડિરેક્ટર ડેવિડ ધવનને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વાસુ ભગનાની (Vashu Bhagnani)તરફથી દાખલ કરાયેલા દાવામાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલમાંથી વિવાદિત ગીતો તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે.
તે ઉપરાંત ફિલ્મના ટાઇટલ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ બદલવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. પૂજા એન્ટરટેઈનમેન્ટે ગેરકાયદેસર ઉપયોગ બદલ ₹100 કરોડના વળતરની માંગ પણ કરી છે. જો કોર્ટમાં મામલો વધુ ગંભીર બનશે તો ફિલ્મની રિલીઝ પર પણ અસર પડી શકે છે.
બીજી તરફ મ્યુઝિક કંપની ટિપ્સે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીનો દાવો છે કે તમામ પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવી છે.
હવે સૌની નજર બોમ્બે હાઈકોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે. કોર્ટ શું ચુકાદો આપે છે અને ફિલ્મ સમયસર રિલીઝ થશે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
