Shiv Sena UBT Crisis 2026: મહારાષ્ટ્રના(Maharashtra) રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પક્ષની અંદર આંતરિક અસંતોષ અને કેટલાક સાંસદો પક્ષ છોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં સામેલ થવાની અટકળો તેજ બની છે. આ સંભવિત બળવાને રોકવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથે અત્યારથી જ કાનૂની કિલ્લાબંધી શરૂ કરી દીધી છે. શિવસેના (UBT) એ લોકસભા સ્પીકર ઓમ બિરલાને (Om Birla) એક સત્તાવાર પત્ર લખીને અપીલ કરી છે કે ભવિષ્યમાં પક્ષ પર દાવો કરનારા કોઈપણ અલગ પડેલા બાગી જૂથને સત્તાવાર માન્યતા આપવામાં ન આવે.

Maharashtraમાં અધિકૃત નેતા અને વ્હીપ સિવાય કોઈનું ન સાંભળતા
શિવસેના (UBT) ના વરિષ્ઠ સાંસદ અરવિંદ સાવંત દ્વારા લોકસભા સ્પીકરને આ મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પક્ષ તરફથી નીચે મુજબની કડક માંગણીઓ કરવામાં આવી છે:
લોકસભામાં શિવસેના (UBT) હજુ પણ એક જ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલ છે. સદનમાં તેનું પ્રતિનિધિત્વ પક્ષના અધિકૃત નેતા અને અધિકૃત વ્હીપ (Whip) દ્વારા જ કરવામાં આવે છે.
સ્પીકરને આગ્રહ કરાયો છે કે જો કોઈ સાંસદ કે જૂથ અલગ થવાનો દાવો કરે, તો તેને કોઈપણ અલગ દરજ્જો, વિશેષાધિકાર કે સંસદીય સુવિધાઓ આપવામાં ન આવે.
આવા કોઈપણ સંભવિત(Maharashtra) અલગ જૂથની માંગ પર કોઈ આખરી નિર્ણય લેતા પહેલાં સ્પીકરે મૂળ શિવસેના (UBT) પક્ષને પોતાનો પક્ષ રાખવાની પૂરી તક આપવી પડશે. જો કોઈ બંધારણ વિરુદ્ધ જશે, તો પક્ષ એન્ટી-ડિફેક્શન લો (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ કાનૂની કાર્યવાહી કરશે.
Shiv Sena (UBT) MP Arvind Sawant writes to Om Birla, Speaker of the Lok Sabha
The letter reads, “…The Shiv Sena (Uddhav Balasaheb Thackeray) continues to be recognised as a single political party represented in the House through its duly authorised leader and whip, and that no… pic.twitter.com/oiAmzGz15I
— ANI (@ANI) June 16, 2026
ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સામે સાંસદોમાં કેમ છે અસંતોષ?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, શિવસેના (UBT) ના કેટલાક સાંસદોમાં છેલ્લા ઘણા મહિનાઓથી આંતરિક અસંતોષ ઉકળી રહ્યો હતો, જે હવે ખુલ્લો બળવો બનીને સામે આવ્યો છે:
બાગી સાંસદોનો આરોપ છે કે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વારંવાર વિનંતી કરવા છતાં તેમણે સાંસદોના ચૂંટણી વિસ્તારોની મુલાકાત લીધી નહોતી, જેનાથી તેઓ રાજકીય રીતે નબળા પડ્યા છે.
કેટલાક સાંસદોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ઘણી કોશિશો(Maharashtra) કરવા છતાં તેમને આદિત્ય ઠાકરેને મળવાનો સમય પણ મળતો નહોતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષ તરફથી પૂરતું આર્થિક ફંડ કે સંગઠનાત્મક ટેકો ન મળવાના કારણે પણ નેતાઓમાં ભારે નારાજગી હતી.
આ સમગ્ર વિવાદ વચ્ચે શિવસેના (UBT) દ્વારા સંસદીય દળની (Maharashtra) એક અત્યંત મહત્વની કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ સાંસદોને હાજર રહેવા માટે કડક આદેશ (વ્હીપ) આપવામાં આવ્યો છે જેથી કોણ પક્ષની સાથે છે અને કોણ બાગી છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે.
