Bhavnagar News/ ભાવનગરમાં 16.977 કિલો ગાંજા સાથે ઝારખંડનો શખ્સ ઝડપાયો

તપાસ દરમિયાન આરોપી પાસેથી 16.977 કિલોગ્રામ ગાંજો (Cannabis)મળી આવ્યો હતો

Gujarat Others
નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરતાં ભાવનગર-પરા રેલવે સ્ટેશન પરથી 16.977 કિલોગ્રામ ગાંજા (Cannabis) સાથે એક આરોપીની ધરપકડ કરી છે

Bhavnagar News : નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરતાં ભાવનગર-પરા રેલવે સ્ટેશન પરથી 16.977 કિલોગ્રામ ગાંજા (Cannabis) સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા અને મોબાઇલ સહિત કુલ ₹8,49,350નો મુદ્દામાલ કબજે કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ. એમ. કળોતરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.

આરોપી પાસેથી 16.977 કિલોગ્રામ ગાંજો (Cannabis)મળી આવ્યો

તપાસ દરમિયાન આરોપી પાસેથી 16.977 કિલોગ્રામ ગાંજો (Cannabis)મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹8,48,850 છે. ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ ₹8,49,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ વિનોદ રાજકુમાર કેસરી (ઉંમર 38 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગાંજો (Cannabis)ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નશાના જાળમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ

આ પણ વાંચો : મર્સિડીઝ કારમાં 69 લાખનો હાઈબ્રિડ ગાંજો

આ પણ વાંચો : રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ