Surat News: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા એક ગામના નામને લઈને વર્ષોથી ચાલી રહેલી લોકોની માંગણીનો હવે અંત આવ્યો છે. અજીબ નામના કારણે સામાજિક સંકોચ અનુભવતા ગ્રામજનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુરત જિલ્લાના ‘ચુડેલ’ ગામ (Chudel village renamed)નું નામ હવે સત્તાવાર રીતે બદલીને ‘ચંદનપુર’ (Chandanpur) કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે સરકારી દસ્તાવેજો, રેકોર્ડ અને તમામ વહીવટી પ્રક્રિયામાં ગામની નવી ઓળખ ‘ચંદનપુર’ (Chandanpur) તરીકે નોંધવામાં આવશે.
Chudel village renamed: કેન્દ્ર સરકારની મંજૂરી બાદ નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ
ગામનું નામ બદલવાની પ્રક્રિયા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 7 જુલાઈ, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું.જાહેરનામા મુજબ હવે તમામ સરકારી વિભાગોને તેમના રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. સરકારી દસ્તાવેજોમાં ગામનું નામ અલગ-અલગ ભાષામાં નોંધાશે.
ગુજરાતી લિપિમાં: ચંદનપુર
હિન્દી (દેવનાગરી) લિપિમાં: चंदनपुर
અંગ્રેજી (રોમન) લિપિમાં: CHANDANPUR
8 વર્ષના પ્રયાસો બાદ મળી સફળતા
ગામનું નામ બદલવાની માંગણી આજકાલની નહીં પરંતુ વર્ષોથી ચાલી રહી હતી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2018થી આ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.ગામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. લાંબી વહીવટી પ્રક્રિયા અને અનેક રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા નામ બદલવાની મંજૂરી આપવામાં આવી છે.
જૂના નામના કારણે લોકો અનુભવતા હતા સંકોચ
આ ગામની અંદાજિત વસ્તી લગભગ 1200 જેટલી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ‘ચુડેલ’ ((Chudel village renamed)) નામના કારણે બહારના લોકો સામે ગામની ઓળખ આપતી વખતે ઘણીવાર સંકોચ અનુભવાતો હતો.સ્થાનિક લોકો લાંબા સમયથી ઈચ્છતા હતા કે ગામને એક સકારાત્મક અને ગૌરવપૂર્ણ ઓળખ મળે. હવે ‘ચંદનપુર’ નામ મળતા ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગામના નામ બદલાવનો અર્થ
ગામનું નામ માત્ર ઓળખ નથી પરંતુ તે ગામની સંસ્કૃતિ, ઈતિહાસ અને લોકોની લાગણીઓ સાથે જોડાયેલું હોય છે. ‘ચુડેલ’ (Chudel village renamed)માંથી ‘ચંદનપુર’ નામકરણ સાથે હવે ગામને નવી ઓળખ મળી છે અને ગ્રામજનો વર્ષોની માંગણી પૂર્ણ થતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો:સરદાર વખતે આરએસએસ પરની કાર્યવાહીનું વેર વાળવા ભાજપે સ્ટેડિયમનું નામ બદલ્યું : હાર્દિક પટેલ
આ પણ વાંચો:કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રામનગર જિલ્લાનું નામ બદલ્યું
આ પણ વાંચો:ભાવનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું નામ અજાણ્યા ઇસમે બદલ્યું
