Gujarat News/ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત: 2,900થી વધુ લોકોનું સ્થળાંતર, CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે સુરત, વલસાડ અને નવસારીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 2,900થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) SEOC ખાતે સમીક્ષા કરી છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ મદદની ખાતરી આપી છે.

Top Stories Gujarat Surat Breaking News
rescue

Gujarat News: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડના ઉમરગામમાં માત્ર 28 કલાકમાં 43 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.

2,900થી વધુ લોકોનું સ્થળાંતર (Rescue), બચાવ કામગીરી યથાવત

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાંથી અત્યાર સુધીમાં 2,900થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવ્યા છે. કાવેરી નદીના પૂરમાં ફસાયેલા 11 ગામોના 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે 200થી વધુ એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી SEOC પહોંચ્યા, સ્થિતિની કરી સમીક્ષા

સુરત, વલસાડ અને નવસારી (Valsad)જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના ઉમરગામ (Umergam)માં છેલ્લા 28 કલાકમાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને પ્રભારી સચિવોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા સૂચના આપી હતી.

કેન્દ્રમાંથી મદદની ખાતરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન રાજ્યમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદ અને સહયોગ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.


આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદનો કહેર: સંજાણ-હુમારણ બ્રિજનો ભાગ તૂટ્યો, ઉમરગામમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં પૂર બાદ રોગચાળો અટકાવવા તંત્ર હરકતમાં: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

આ પણ વાંચો: અમદાવાદમાં નિર્ણયનગર અન્ડરપાસમાં પાણી ભરાયા,AMCએ 52 મિનિટમાં પાણીનો નિકાલ કર્યો