india news/ ભારતમાં આવશે પ્લાસ્ટિકની રૂ.10 અને રૂ.20ની નોટો! સરકારે RBIના ફિલ્ડ ટ્રાયલને આપી મંજૂરી, જાણો શું બદલાશે

Polymer Currency Notes: ભારતમાં રૂ.10 અને રૂ.20ની પોલિમર (પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. RBIની યોજના, પોલિમર નોટોના ફાયદા, કાગળની નોટો બંધ થશે કે નહીં અને ડિજિટલ પેમેન્ટ પર તેની અસર વિશે જાણો સંપૂર્ણ માહિતી.

Top Stories India
Polymer Currency Notes: સરકારની મંજૂરી

India News: ભારતમાં ટૂંક સમયમાં રૂ.10 અને રૂ.20ની પોલિમર (પ્લાસ્ટિક) નોટોના (Polymer Currency Notes) ફિલ્ડ ટ્રાયલ શરૂ થવાનો માર્ગ ખુલ્યો છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના કારણે દેશમાં પ્રથમ વખત પોલિમર નોટોના(Polymer Currency Notes) વ્યાપક પરીક્ષણની પ્રક્રિયા શરૂ થશે. જોકે, હાલ કાગળની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી.

Polymer Currency Notes: લોકસભામાં થઈ જાહેરાત

Polymer Currency Notes: સરકારની મંજૂરી

આ માહિતી લોકસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપી હતી. તેમણે જણાવ્યું કે RBIના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણના આધારે સરકારને રૂ.10 અને રૂ.20ની કુલ 100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ (RBI Field Trial) માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને ટ્રાયલ સફળ રહેશે તો ભવિષ્યમાં પોલિમર નોટોનું નિયમિત ચલણ પણ (India New Currency Notes) શરૂ થઈ શકે છે.

સાંસદોએ પૂછ્યા મહત્વના પ્રશ્નો

આ મુદ્દો લોકસભામાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સાંસદ રામપ્રીત મંડલ અને કૃષ્ણા દેવી શિવશંકર પટેલે સરકારને પૂછ્યું કે પોલિમર નોટો લાવવાનો નિર્ણય ડિજિટલ પેમેન્ટ પર શું અસર કરશે અને શું ભવિષ્યમાં કાગળની નોટોને સંપૂર્ણપણે પ્લાસ્ટિકની નોટોથી બદલવામાં આવશે.

પોલિમર નોટો કેમ ખાસ છે?

સરકારના જવાબ મુજબ, આંતરરાષ્ટ્રીય અનુભવ દર્શાવે છે કે પોલિમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે. આવી નોટો પાણી, ભેજ અને સામાન્ય ઘસારા સામે વધુ ટકાઉ માનવામાં આવે છે, જેના કારણે તેમની આયુષ્ય વધી શકે છે.

ડિજિટલ પેમેન્ટ પર શું અસર પડશે?

નાણા રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે પોલિમર નોટો હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેમના નિયમિત પરિભ્રમણ બાદ જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર તેની વાસ્તવિક અસરનું મૂલ્યાંકન થઈ શકશે. તેમણે ઉમેર્યું કે દેશમાં રોકડ વ્યવહાર અને ડિજિટલ પેમેન્ટ બંને એકબીજાના પૂરક માધ્યમ છે અને બંનેનું પોતાનું મહત્વ રહેશે.

કાગળની નોટો બંધ થશે?

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે હાલ કાગળની ચલણી નોટોને સંપૂર્ણપણે બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પોલિમર નોટો કાગળની નોટો સાથે જ ચલણમાં રહેશે અને સામાન્ય લોકો માટે હાલની નોટો યથાવત માન્ય રહેશે.

આગળ શું થશે?

જો ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે તો આગામી સમયમાં દેશના ચલણમાં પોલિમર નોટોનો ઉપયોગ ધીમે ધીમે વધતો જોવા મળી શકે છે. જોકે, સામાન્ય નાગરિકોને હાલ કોઈ ખાસ ફેરફાર કરવાની જરૂર નથી, કારણ કે કાગળની નોટો અગાઉની જેમ જ માન્ય રહેશે.


આ પણ વાંચો: ‘ત્રણ બહેનો-એક દુલ્હો’ની સચ્ચાઈ આવી સામે, વાયરલ વીડિયો હતો ડ્રામા

આ પણ વાંચો: બાળપણનો પ્રેમ, 8 વર્ષની લવ મેરેજ અને પછી દગો… પત્નીની બેવફાઈથી ભાંગી પડેલા પતિએ ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો: Bank of Baroda માં ડેટા લીકનો દાવો! લાખો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર હોવાનો દાવો