India News: નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના સંબોધનનો વીડિયો Facebook પરથી અચાનક હટાવી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. ભારે ટીકા બાદ METAએ આને ટેક્નિકલ ભૂલ ગણાવી માફી માંગી અને વીડિયો ફરીથી રિસ્ટોર કરી દીધો. સરકારે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મેટા પાસેથી સ્પષ્ટતા માંગી હોવાનું જાણવા મળ્યું.
METAએ ફેસબુક પરથી PM Modi નો વીડિયો હટાવ્યો
મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ભૂલથી ફેસબુક પરથી હટાવી દેવામાં આવ્યો હતો. બાદમાં આ ભૂલ સુધારી વીડિયો ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. કંપનીએ આ ઘટનાને માનવીય અથવા ટેક્નિકલ ભૂલ ગણાવી સત્તાવાર માફી પણ માંગી છે.
સરકારે ઘટનાને ગંભીરતાથી લીધી, મેટા પાસેથી માંગ્યો જવાબ
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને તેને ગંભીર મામલો ગણાવ્યો છે. સરકારે મેટાના અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માગી છે અને વીડિયો કેવી રીતે દૂર થયો તેની તપાસ પણ શરૂ કરી છે.
PM મોદીએ વીડિયોમાં શું કહ્યું?
24 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા વીડિયો શેર કર્યો હતો. પેપર લીક (Paper Leak) દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે ગંભીર અને પીડાદાયક મુદ્દો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે ઝડપથી કાર્યવાહી કરીને દોષિતો સામે કડક પગલાં લીધાં અને 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સમયસર પૂર્ણ કરાવી. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર માત્ર પરિણામોથી સંતોષ માનતી નથી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા વધુ કડક વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીને વકફ બોર્ડનો અભિનંદન ઠરાવ
આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં હિંસા, 118થી વધુ પોલીસકર્મી ઘાયલ; 70 પ્રદર્શનકારીઓની અટકાયત
આ પણ વાંચો: જંતર-મંતર વિરોધ વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
