Surat News: ગુરુ પૂર્ણિમાના દિવસે જ સુરતમાં શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને શરમસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારની ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-42માં બાળવાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ બાળકને શિક્ષક દ્વારા સોટીથી માર મારવા (Student Beating Case)માં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારના જણાવ્યા મુજબ બાળકના શરીર પર માર (Student Beating Case) ના ગંભીર નિશાન જોવા મળ્યા હતા. ઘટના સામે આવ્યા બાદ પરિવારજનોએ શાળા સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઓપન હાર્ટ સર્જરી થયેલા બાળકને માર માર્યાનો આરોપ
મળતી માહિતી મુજબ આ બાળકની અગાઉ ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે. ઉપરાંત તેને ખેંચ-તણાવની બીમારી હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે, જેના કારણે તેનો માનસિક વિકાસ અન્ય બાળકોની સરખામણીએ ધીમો છે.પરિવારે આ બાબત અંગે શાળાના શિક્ષકો અને આચાર્યને અગાઉથી જાણ કરી હતી. તેમ છતાં બાળક સાથે કથિત રીતે મારપીટ (Student Beating Case) કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
Student Beating Case: કપડાં બદલતા પીઠ પર દેખાયા સોટીના નિશાન
પરિવારના જણાવ્યા મુજબ શાળામાંથી આવ્યા બાદ બાળક સતત રડી રહ્યો હતો. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે બાળક શાળાએ જવા માટે બહાનું કરી રહ્યો હશે, પરંતુ જ્યારે કપડાં બદલાવવામાં આવ્યા ત્યારે બાળકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
માતાના જણાવ્યા અનુસાર બાળકની પીઠ, વાંસા, છાતીના આગળના ભાગ અને ગળા પાસે સોટીના નિશાન જોવા મળ્યા હતા. કેટલાક સ્થળે લોહી જામી ગયેલું પણ જોવા મળ્યું હતું.બાળકની હાલત જોતા પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો.
પરિવારનો આક્ષેપ: શાળાએ જવાબદારી ટાળી
ઘટના બાદ પરિવાર શાળાએ પહોંચ્યો હતો અને આચાર્ય સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે આચાર્યએ તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે શિક્ષકો રજા પર હોવાનું કહી જવાબ ટાળ્યો હતો.પરિવારે માંગ કરી છે કે બાળક સાથે આવી ક્રૂરતા કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
શિક્ષક ઉશ્કેરાઈ ગયા હોવાનો પ્રાથમિક ખુલાસો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાની નોંધ લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળવાટિકાના શિક્ષક ટ્રેનિંગમાં ગયા હોવાથી અન્ય શિક્ષક વર્ગ સંભાળી રહ્યા હતા. આ દરમિયાન બાળક વારંવાર બીજા વર્ગમાં જતું હોવાથી તેને પરત લાવવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષકનો સંયમ છૂટી ગયો અને બાળકને માર મારવા (Student Beating Case)માં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
તપાસ કમિટી રચાઈ, દોષિત સામે પગલાંની ખાતરી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે કે શાળામાં બાળકો પર કોઈપણ પ્રકારનો શારીરિક ત્રાસ સહન કરવામાં આવશે નહીં.તેમણે જણાવ્યું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પરિવારની માંગ: બાળકને ન્યાય મળે
પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે કે બાળક સાથે થયેલી ઘટનામાં યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકી શકે.
આ પણ વાંચો:આમાં કેમ ભણશે ગુજરાત !!! અમદાવાદ, સુરત – જૂનાગઢનાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને મરાયો ઢોરમાર
આ પણ વાંચો:શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો મામલો, શિક્ષકને કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચો:બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ
