bussiness news/ 31 જુલાઈ સુધી ITR ફાઇલ ન કરો તો શું થશે? કોને રિટર્ન ભરવું ફરજિયાત છે અને સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

Income Tax Return: 31 જુલાઈ સુધી ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક છે. જાણો કોને ITR ભરવું ફરજિયાત છે, કયું ITR ફોર્મ પસંદ કરવું, કયા દસ્તાવેજોની જરૂર પડે છે, ઓનલાઈન-ઓફલાઈન ફાઇલિંગની પ્રક્રિયા અને સમયસર રિટર્ન ન ભરવાથી શું નુકસાન થઈ શકે.

Top Stories India Business
Income Tax Return: જાણો તમામ જવાબ

India News: જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ માટે તમારું આવકવેરા રિટર્ન (Income Tax Return) ફાઇલ કર્યું નથી, તો હવે વધુ રાહ ન જુઓ. ટેક્સ ઓડિટની જરૂર ન હોય તેવા મોટાભાગના વ્યક્તિગત કરદાતાઓ માટે 31 જુલાઈ ITR ફાઇલ કરવાની મહત્વપૂર્ણ અંતિમ (ITR Deadline) તારીખ છે.

ઘણા લોકો એવું માને છે કે ટેક્સ કપાઈ ગયો હોય તો ITR ભરવાની જરૂર નથી. પરંતુ હકીકતમાં, ITR માત્ર ટેક્સ ચૂકવવા માટે નહીં, પરંતુ તમારી આવકની સત્તાવાર નોંધ, રિફંડ મેળવવા, લોન-વીઝા જેવી પ્રક્રિયાઓ અને ભવિષ્યના નાણાકીય વ્યવહારો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

ITR એટલે શું?

Income Tax Return: જાણો તમામ જવાબ

ITR (Income Tax Return) એ આવકવેરા વિભાગને આપવામાં આવતી સત્તાવાર માહિતી છે, જેમાં વ્યક્તિ પોતાની એક વર્ષ દરમિયાનની કુલ આવક, ચૂકવેલો અથવા કપાયેલો ટેક્સ અને ઉપલબ્ધ કરછૂટની વિગતો જાહેર કરે છે. જો તમારા પગારમાંથી TDS વધુ કપાયો હોય તો ITR ફાઇલ કર્યા પછી જ તમને તેનો રિફંડ મળી શકે છે.

31 જુલાઈની ડેડલાઇન કોના માટે છે?

31 જુલાઈની અંતિમ તારીખ સામાન્ય રીતે નીચેના કરદાતાઓ માટે લાગુ પડે છે:

પગારદાર કર્મચારીઓ
પેન્શનરો
વિદ્યાર્થીઓ અથવા અન્ય વ્યક્તિગત કરદાતાઓ
એવા કરદાતાઓ જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી

જો તમારી આવક વ્યવસાય અથવા પ્રોફેશનમાંથી હોય અને તમારે ટેક્સ ઓડિટ કરાવવાની જરૂર પડે, તો તમારા માટે અલગ સમયમર્યાદા લાગુ પડી શકે છે.

કોને ITR ફાઇલ કરવું જરૂરી છે?

નીચેના સંજોગોમાં ITR ફાઇલ કરવું જરૂરી બની શકે છે:

કરપાત્ર આવક મૂળભૂત કરમુક્તિ મર્યાદાથી વધુ હોય.
ભારતમાં અથવા વિદેશમાં ઘર, જમીન અથવા અન્ય સ્થાવર મિલકત ધરાવતા હો.
શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ESOPમાં રોકાણ કર્યું હોય.
બેંક ખાતામાં નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ જમા કરાવી હોય.
એક વર્ષમાં રૂ.1 લાખથી વધુનું વીજળી બિલ ચૂકવ્યું હોય.
વિદેશ પ્રવાસ પાછળ રૂ.2 લાખથી વધુ ખર્ચ કર્યો હોય.
વ્યવસાયનું વાર્ષિક ટર્નઓવર રૂ.60 લાખથી વધુ હોય.
TDS કપાયો હોય અને તેનો રિફંડ મેળવવો હોય.
સમયસર ITR ફાઇલ કરવાથી શું ફાયદા થાય છે?

સમયસર ITR ભરવાથી ઘણા મહત્વપૂર્ણ લાભ મળે છે.

વધારાનો કપાયેલો ટેક્સ પરત મળે છે.
લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં સરળતા રહે છે.
હોમ લોન, એજ્યુકેશન લોન અને બિઝનેસ લોનમાં ITR મહત્વનો પુરાવો બને છે.
વિઝા અરજી વખતે ઘણા દેશો છેલ્લા 2થી3 વર્ષના ITR માંગે છે.
ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળવાની શક્યતા ઘટે છે.
નાણાકીય વિશ્વસનીયતા વધે છે.
જો 31 જુલાઈ સુધી ITR ફાઇલ ન કરો તો શું થશે?

સમયમર્યાદા ચૂકી જવાથી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

1. લેટ ફી ભરવી પડી શકે

આવકવેરા કાયદા હેઠળ મોડું રિટર્ન ભરવા બદલ લેટ ફી ચૂકવવી પડી શકે છે.

2. ટેક્સ રિફંડમાં વિલંબ

જો તમારો રિફંડ બનતો હોય તો મોડું ITR ભરવાથી રિફંડ મેળવવામાં વધુ સમય લાગી શકે છે.

3. બાકી ટેક્સ પર વ્યાજ

જો ટેક્સ બાકી હોય તો તેના પર વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે.

4. કેટલાક નુકસાન (Loss) આગળના વર્ષમાં સેટ-ઓફ કરવાની તક ગુમાઈ શકે

સમયસર રિટર્ન ન ભરવાથી કેટલાક પ્રકારના નુકસાનને આગામી વર્ષોમાં એડજસ્ટ કરવાની મંજૂરી ન મળે.

5. ભવિષ્યના નાણાકીય કામોમાં મુશ્કેલી

લોન, વિઝા અથવા મોટા નાણાકીય વ્યવહારો વખતે ITR ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલી પડી શકે છે.

ITR ફાઇલ કરતા પહેલા કયા દસ્તાવેજો તૈયાર રાખવા?

રિટર્ન ભરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો:

PAN કાર્ડ
આધાર કાર્ડ
Form-16
Form-26AS
AIS (Annual Information Statement)
TIS (Taxpayer Information Summary)
બેંક સ્ટેટમેન્ટ
બેંક વ્યાજની વિગતો
શેર અને મ્યુચ્યુઅલ ફંડના ટ્રાન્ઝેક્શન
મિલકત ખરીદી-વેચાણના દસ્તાવેજો
કલમ 80C, 80D વગેરે હેઠળના રોકાણના પુરાવા
હોમ લોન અથવા ભાડાની આવકના દસ્તાવેજો
સાચી બેંક એકાઉન્ટ વિગતો

ફક્ત Form-16 પર આધાર રાખવો યોગ્ય છે?

ના…..ઘણા લોકો માત્ર Form-16ના આધારે ITR ફાઇલ કરે છે, પરંતુ નિષ્ણાતો મુજબ Form-16 ઉપરાંત Form-26AS, AIS અને TISમાં દર્શાવેલી વિગતો સાથે પણ માહિતી મેળવો.

તેના કારણે

કોઈ આવક છૂટી જતી નથી.
TDSમાં ભૂલ રહેતી નથી.
રિફંડ ઝડપથી મળે છે.
ભવિષ્યમાં ટેક્સ વિભાગની નોટિસથી બચી શકાય છે.

કયું ITR ફોર્મ પસંદ કરવું?

ITR-1 (Sahaj): આ ફોર્મ એવા વ્યક્તિઓ માટે છે જેમની કુલ આવક રૂ.50 લાખ સુધી છે અને આવકના સ્ત્રોત નીચે મુજબ છે:

પગાર
પેન્શન
એક ઘર
વ્યાજ
ડિવિડન્ડ
મર્યાદિત કૃષિ આવક

ITR-2 : એવા વ્યક્તિઓ માટે છે જે ITR-1 માટે પાત્ર નથી પરંતુ વ્યવસાય અથવા પ્રોફેશનમાંથી આવક ધરાવતા નથી.

ITR-3: વ્યવસાય અથવા પ્રોફેશનમાંથી આવક મેળવનારા લોકો માટે.

ITR-4 (Sugam): પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ હેઠળ ટેક્સ ચૂકવતા નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે.

નોંધ: ખોટું ITR ફોર્મ પસંદ કરવાથી તમારું રિટર્ન ‘Defective Return’ જાહેર થઈ શકે છે.

ITR ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું?

Step 1. આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલમાં લોગિન કરો.

Step 2. e-File → Income Tax Return → File Income Tax Return પસંદ કરો.

Step 3. Assessment Year પસંદ કરો.

Step 4. Online Filing વિકલ્પ પસંદ કરો.

Step 5. કરદાતાનો પ્રકાર પસંદ કરો.

Step 6. યોગ્ય ITR Form પસંદ કરો.

Step 7. તમામ આવક, TDS અને રોકાણની વિગતો ભરો.

Step 8. માહિતી ફરી તપાસો.

Step 9. Return Submit કરો.

Step 10. અંતમાં E-Verification ફરજિયાત પૂર્ણ કરો.

ITR ઓફલાઇન કેવી રીતે ફાઇલ કરવું?

ITR Utility ડાઉનલોડ કરો.
Utilityમાં તમામ માહિતી ભરો.
Tax Calculation ચેક કરો.
JSON File બનાવો.
Income Tax Portal પર અપલોડ કરો.
ત્યારબાદ E-Verification પૂર્ણ કરો.
E-Verification કેમ જરૂરી છે?

રિટર્ન સબમિટ કર્યા પછી તેની ઇ-વેરિફિકેશન કરવી ફરજિયાત છે.જો તમે Verification નહીં કરો તો તમારું ITR પૂર્ણ માનવામાં આવતું નથી. E-Verification નીચેના માધ્યમથી કરી શકાય છે:

Aadhaar OTP
Net Banking
Bank Account
Demat Account
Digital Signature (જ્યાં લાગુ પડે)
ITR ભરતી વખતે થતી સામાન્ય ભૂલો
ફક્ત Form-16 પર આધાર રાખવો
ખોટું ITR Form પસંદ કરવું
બેંક ખાતાની ખોટી માહિતી આપવી
AIS અને Form-26AS ન તપાસવું
E-Verification ન કરવું
તમામ આવક જાહેર ન કરવી


આ પણ વાંચો: BMWમાં મોટી છટણીની તૈયારી 2027 સુધી 8,000 નોકરીઓમાં ઘટાડો

આ પણ વાંચો: ઓટો માર્કેટમાં 10 વર્ષનો એકચક્રી દબદબો: 15 લાખથી વધુ ગાડીઓ વેચાયા બાદ મારુતિ બ્રેઝા નવા અવતારમાં ધમાકેદાર લોન્ચ

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે: આઈટી શેરોમાં વિસ્ફોટક તેજીથી મિનિટોમાં કરોડની કમાણી